Aapnu Gujarat
રાષ્ટ્રીય

પોસ્ટ ઓફિસના બચત ખાતા ધારકો માટે ખુશખબરી

૩૧ મેથી પોસ્ટ ઓફિસના ગ્રાહકો નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઈ.એફ.ટી) અને રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આર.ટી.જી.એસ) સુવિધાનો લાભ લઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ, પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ ધરાવતા ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધાની મદદથી અન્ય બેન્કથી પોસ્ટ ઓફિસના ખાતામાં પૈસા મોકલી શકે છે. પોસ્ટ ઓફિસે આ અંગે સૂચના જાહેર કરીને જણાવ્યું છે કે, એન.ઈ.એફ.ટી ની સર્વિસ ૧૮ મેથી શરૂ થઈ ગઈ છે. ગ્રાહકોને આર.ટી.જી.એસ ની સર્વિસ ૩૧ મે ૨૦૨૨ થી મળશે. આ સુવિધાથી પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ ધરાવતા ગ્રાહકો સરળતાથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઈ.એફ.ટી) એક ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે, જેનો ઉપયોગ વર્ષના ૩૬૫ દિવસ ૨૪ કલાક ઉપયોગ કરી શકાય છે. ઇમ્ૈં દ્વારા અડધા કલાકની બેચમાં બેન્કો વચ્ચે પરસ્પર નાણાકીય લેવડ દેવડ માટે મંજૂરી આપવામાં આવે છે. રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આર.ટી.જી.એસ) એક ફંડ ટ્રાન્સફર સેટલમેન્ટ સિસ્ટમ છે. આ સુવિધા હેઠળ વ્યક્તિગત ફંડ ટ્રાન્સફર નિર્દેશ નક્કી કરવામાં આવે છે. તથા આ સુવિધાનો ઉપયોગ વર્ષના ૩૬૫ દિવસ ૨૪ કલાક ઉપયોગ કરી શકાય છે.જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતુ હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. પોસ્ટ ઓફિસના ગ્રાહક ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરી શકશે. ગ્રાહકો હવે રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સુવિધાનો લાભ લઈ શકે છે. ગ્રાહકો હવે પહેલા કરતા પણ સરળતાથી ઓનલાઈન નાણાંકીય લેવડ દેવડ કરી શકશે. ૩૧ મેથી સરકારે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવતા ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરૂઆત કરી છે.

Related posts

સરકાર ખેડૂતોમાં ફૂટ પડાવવાનો પ્રયાસ કરી રહી છે : ભારતીય કિસાન યુનિયન

editor

IMF के GDP अनुमान पर बोले चिदंबरम : अब गीता पर हमला करेंगे मंत्री

aapnugujarat

ભોપાલમાંઓનર કિલિંગ : પરિવારે દીકરી અને તેના પ્રેમીની ગોળી મારીને કરી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1