Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને દેશનું નામ બદલીને તુર્કીયે કરી નાખ્યું

ભારત સામે કટ્ટર દુશ્મનાવટ દેખાડતા આવેલા તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પોતાનુ દેશનુ નામ બદલી નાંખ્યુ છે.
હવે તુર્કીનુ નામ તુર્કીયે કરવામાં આવ્યુ છે.યુનાઈએટ નેશન્સે પણ તુર્કીની વિનંતી સ્વીકારીને નવા નામ પર મંજૂરીની મહોર મારી છે.
ગત ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુહ તુ કે, તુર્કીયે નામ સંસ્કૃતિ અને સભ્યતાનુ પ્રતિક છે.તુર્કી નામના કારણે દેશને નીચુ જોવાનુ થાય છે. કારણકે કેમ્બ્રિજ ડિક્શનરીમાં તુર્કીનો અર્થ બહુ ખરાબ રીતે નિષ્ફળ જવુ તેવો થાય છે.
હવે તુર્કી તમામ સ્તરે તુર્કીયે નામનો જ વપરાશ કરશે.નિકાસ થનારી તમામ વસ્તુઓ પર આ જ નામ લખાશે. ઉલ્લેખનીય છે કે, તુર્કીને ૧૯૨૩માં આઝાદી મળી પછી દેશના લોકો તુર્કીયે શબ્દ જ વાપરતા હતા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશો તેનુ આઝાદી પહેલાનુ નામ તુર્કી જ ઉપયોગમાં લેવાતા હતા અને આ શબ્દ ગુલામી સાથે જોડાયેલો હોવાની પણ દલીલ થઈ રહી છે.
બીજુ એક કારણ એ પણ છે કે, અંગ્રેજીમાં તુર્કીનો ઉચ્ચાર ટર્કી પણ થાય છે. ટર્કી એક પક્ષીનુ નામ છે. જેને પશ્ચિમના દેશોમાં ખાવામાં પણ આવે છે. આમ આ શબ્દના કારણે મૂંઝવણ પણ ઉભી થતી હતી. રાષ્ટ્રપતિ એર્દોગને આ પ્રકારના કારણો આપીને તુર્કીની જગ્યાએ હવે તુર્કીયે નામ કરીને દેશને નવી ઓળખ આપવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

Related posts

દલવીર ભંડારીના લોબિંગ માટે સુષમા સ્વરાજે કરેલ ફોન ગેમ ચેન્જર પુરવાર થયા

aapnugujarat

वायरस के बावजूद चीन की अर्थव्यवस्था 2020 में 2.3% बढ़ी

editor

पाक सरकार बलात्कारियों पर हुई सख्त

editor

Leave a Comment

UA-96247877-1