Aapnu Gujarat
રાષ્ટ્રીય

તુર્કીએ વાયરસ હોવાનું કહી ઘઉં ભારત પાછા મોકલી દીધાં

તુર્કીના અધિકારીઓએ ભારતીય ઘઉંની ખેપ લેવાનો ઈનકાર કરી દીધો છે. તુર્કીનું કહેવું છે કે ,આ ઘઉંમાં રુબેલા વાયરસ મળ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી તુર્કીમાં ઘઉંનું સંકટ ઊભું થઈ ગયું છે, તેમ છતાં તેણે ૨૯ મેએ ભારતીય ઘઉંની ખેપ પાછી મોકલી દીધી. અધિકારીઓનું કહેવું છે કે, ભારતથી આવેલા ઘઉંમાં ફાઈટોસેનિટરીની સમસ્યા છે. તુર્કી હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં મોંઘવારીનું સ્તર ૭૦ ટકાને પાર કરી ચૂક્યું છે અને ચારે તરફ તુર્કીના પ્રેસિડન્ટ રેચેપ તૈયબ એર્દોગનની આર્થિક નીતિઓની ટીકા થઈ રહી છે. તુર્કીએ ૫૬,૮૭૭ ટન ઘઉંની ખેપ સાથે પોતાના જહાજને ગુજરાતના કંડલા બંદરે પાછું મોકલી દીધું છે. એસએન્ડપી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્‌સે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. અહેવાલો મુજબ, તુર્કીના એક વેપારીએ કહ્યું કે, ભારતીય ઘઉંમાં રુબેલા વાયરસ મળ્યો છે, જેના કારણે દેશના કૃષિ મંત્રાલયે તેને પાછા મોકલવાનો ર્નિણય લીધો છે. આ જહાજ મધ્ય જૂન સુધીમાં ગુજરાત પહોંચશે. તુર્કીમાં ઘઉંનું ગંભીર સંકટ ઊભું થયું છે. એર્દોગન સરકાર વિદેશોમાંથી ઘઉં ખરીદવાના વિકલ્પ શોધી રહી છે. ભારતે સ્થાનિક માંગને જાેતા ઘઉંની નિકાસ પર રોક લગાવવાનો ર્નિણય લીધો છે. પરંતુ, તેમ છતાં ૧૨ દેશોએ મદદ માટે અપીલ કરી હતી. નિકાસ પર રોક છતાં ભારતે ઈજિપ્તને ૬૦,૦૦૦ ટન ઘઉં મોકલ્યા હતા. માત્ર તુર્કી જ નહીં સમગ્ર દુનિયા હાલમાં ઘઉંના ઓછા-વધારે સંકટનો સામનો કરી રહી છે, જેનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે, જેણે ગ્લોબલ સપ્લાય ચેઈનને પ્રભાવિત કરી છે. રશિયા અને યુક્રેન બંને ઘઉંના મોટા ઉત્પાદક છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ મુજબ, આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં ખવાતી દર બીજીથી ત્રીજી રોટલી યુક્રેનના ઘઉંમાંથી બનેલી હોય છે. ગ્લોબલ માર્કેટમાં દુનિયાના એક ચતુર્થાંશ ઘઉં રશિયા અને યુક્રેનમાંથી આવે છે. તુર્કીના ર્નિણયથી ઈજિપ્ત સહિત અન્ય દેશોને મૂઝવણમાં મૂકાઈ ગયા છે, જ્યાં થોડા દિવસોમાં જ ભારતીય ઘઉં પહોંચવાના છે. સંકટનો સામનો કરી રહેલા દેશ ઘઉં માટે હવે ભારત પર ર્નિભર છે. એવામાં ભારતીય ઘઉંને લઈને તુર્કીની ફરિયાદો સંકટગ્રસ્ત દેશોની મુશ્કેલી વધારી શકે છે.

Related posts

મોદીએ સ્વતંત્રતા દિવસે કોઇ નવી યોજના કેમ જાહેર ન કરી

aapnugujarat

જમ્મુ-કાશ્મીર : ૩ વર્ષમાં ૬૩૦ આતંકીઓ ઠાર

editor

पाक. सुप्रीम कोर्ट में कुलभूषण जाधव को जल्द फांसी देने की याचिका दायर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1