Aapnu Gujarat
બિઝનેસ

એફપીઆઈ દ્વારા એપ્રિલમાં રોકાણનો દોર યથાવત

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૩ અબજ ડોલર ઠાલવી દીધા છે. રેગ્યુલેટર સેબીએ સરકારી ડેબ્ટમાં એફપીઆઈ માટેની મૂડીરોકાણની મર્યાદા હાલમાં વધારી ચુકી છે. મોટાભાગના ફંડ દ્વારા સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં રોકાણ કર્યું છે. બે કારણસર વિદેશી મૂડીરોકાણકારો દ્વારા નાણા ઠાલવવામાં આવી રહ્યા છે. એકબાજુ સરકારી ડેબ્ટમાં સેબી દ્વારા એફપીઆઈ રોકાણની મર્યાદા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત બેંચમાર્ક ૧૦ વર્ષના સરકારી બોન્ડનો આંકડો સાત મહિનાની ઊંચી સપાટી ઉપર છે. વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવામાં આ પરિબળોની ભૂમિકા દેખાઈ રહી છે. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, એફપીઆઈ દ્વારા ત્રીજી એપ્રિલથી લઇને ૨૧મી એપ્રિલ વચ્ચેના ગાળા દરમિયાન ઇÂક્વટીમાં ૧૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટમાં ૧૭૭૫૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા છે તેના પરિણામ સ્વરુપે સંયુક્તરીતે ૧૮૮૯૦ કરોડ રૂપિયા છાલવી દેવામાં આવ્યા છે. અથવા તો ૨.૯૧ અબજ ડોલર ઠાલવવામાં આવ્યા છે. હાલમાં જ સુધારા પ્રક્રિયા વધુ ઝડપી બનવાની આશા દેખાઈ રહી છે. એફપીઆઇ દ્વારા ઓક્ટોબર અને જાન્યુઆરી વચ્ચે ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો અતિઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા છે. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જાવા મળી રહ્યો છે. મૂડીરોકાણકારો માને છે કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ભારતમાં વધુ સુધારવાદી નીતિઓ મોદી સરકાર રજૂ કરી શકે છે. ઉત્તરપ્રદેશમાં રેકોર્ડ જીત મળ્યા બાદ એફપીઆઈમાં વધારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારો માની રહ્યા છે કે, દેશમાં સુધારા પ્રક્રિયાની ગતિ વધારે તીવ્ર બનશે. નોટબંધીની કોઇ માઠી અસર કમાણીના આંકડા પર થઇ નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, નોટબંધીની પણ અસર હવે દેખાઈ રહી નથી. જાન્યુઆરી ૨૦૧૭માં નેટ સેલર તરીકે રહ્યા બજેટ બાદથી એફપીઆઈ દ્વારા ઉદાર વલણ અપનાવવામાં આવ્યું છે.જાણકાર લોકો માની રહ્યા છે કે પાંચ રાજ્યો પૈકી ચારરાજ્યોમાં ભાજપે હાલમાં સરકાર બનાવી લીધી છે. જે પૈકી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાનો સમાવેશ થાય છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસની સત્તામાં વાપસી થઇ હતી. નવેસરના ફંડ એકત્રીકરણના આંકડા બાદ મૂડી માર્કેટમાં હજુ સુધી આ વર્ષે આંકડો ૮૭૫૧૭ કરોડ અથવા તો ૧૩.૩૪ અબજ ડોલર સુધી પહોંચ્યો છે.

Related posts

ક્રિપ્ટો કરન્સીની વિશ્વમાં તેજી : બિટકોઈનના ભાવમાં વધારો

editor

बढ़त के साथ बंद हुआ शेयर बाजार, सेंसेक्स 312 अंक चढ़ा और निफ्टी 11700 के पार

aapnugujarat

સોનાની ગ્રામીણ માંગમાં પખવાડિયામાં ૩૦-૪૦% કડાકો

aapnugujarat

Leave a Comment

URL