Aapnu Gujarat
રાષ્ટ્રીય

જાતીય વસ્તીગણતરી મુદ્દે ભાજપની બાબતમાં દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે : Sushil Kumar Modi

બિહારમાં જાતીય વસ્તી ગણતરી કરાવવાને લઇ વિવાદ ઉભો થયો છે એક તરફ કેન્દ્રની સરકાર માની ચુકી છે તો બીજી તરફ બિહારમાં વિરોધ પક્ષ સતત આ મુદ્દા પર સવાલ ઉભો કરી રહ્યાં છે કેન્દ્રથી ઇન્કાર કર્યા બાદ એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ ઇચ્છતું નથી કે જાતીય વસ્તી ગણતરી થાય જયારે ગત સોમવારે જ મુખ્યમંત્રી નીતીશકુમારે તેને લઇ કહ્યું હતું કે તાકિદે જ સર્વ પક્ષીય બેઠક બોલાવવામાં આવસે આવામાં ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ પાર્ટી પર લગાવવામાં આવી રહેલ આરોપોને લઇ જવાબ આપ્યો છેે.
મોદીએ કહ્યું કે ભાજપની બાબતમાં દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે તે જાતીય વસ્તી ગણતરીના વિરોધમાં છે.તેમણે કહ્યું કે હું તમને યાદ અપાવવા માંગુ છું કે બિહાર વિધાનસભા અને વિધાન પરિષદથી બે બે વાર સર્વસમ્મતિથી પ્રસ્તાવ પસાર થયો છે.આ બંન્ને વારમાં ભાજપ સાથે હતો જાે અમે તેના વિરોધમાં હોત તો પ્રસ્તાવ રજુુ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમાં અમે શામેલ થયા ન હોત.
તેમણે કહ્યું કે ઝારખંડ વિધાનસભાએ પણ સર્વસમ્મતિથી પ્રસ્તાવ પસાર કર્યો જેમાં ભાજપ સામેલ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી જયારે સર્વ પાર્ટી પ્રતિનિધિ બેઠક માટે બોલાવવામાં આવ્યા ત્યારે અમે અમારી સરકારના સૌથી વરિષ્ઠ મંત્રી જનક રામને સામેલ કર્યા હતાં પ્રતિનિધિમંડળની માંગ હતી કે બિહારની અંદર જાતીય વસ્તી ગણતરી કરાવવામાં આવે જાે અમે વિરોધમાં હોત તો તે પ્રતિનિધિમંડળમાં સામેલ થયા ન હોત.
ભાજપ નેતાએ કહ્યું કે ૨૦૧૦માં લોકસભામાં જયારે સામાજિક આર્થિક જાતિ જનવસ્તીને લઇ ચર્ચા થઇ તો ગોપીનાથ મુંડે અને હુકુમ દેવ યાદવે આ બંન્નેએ સમર્થનમાં નિવેદન આપ્યું હતું ભાજપે કયારેય વિરોધ કર્યો નથી ત્યાં સુધી કે કર્ણાટક અને તેલંગણામાં જયારે જાતીય વસ્તી ગણતરી થઇ તો ભાજપે વિરોધ કર્યો નહીં તેલંગણામાં પણ ૨૦૧૫ની અંદર કોંગ્રેસ સરકાર દ્વારા ગણતરી થઇ હતી આથી એ બેબુનિયાદ છે અને ભ્રામક છે હાં એ વાત છે કે કેન્દ્ર સરકાર માટે આ સંભવ નથી રાજય સરકાર કરવા ઇચ્છે તો સ્વતંત્ર છે.

Related posts

લોકસભામાં એસસી-એક્ટ ચુકાદાને લઈ ઘમાસાન

aapnugujarat

કર્ણાટકમાં તમામ ધારાસભ્યો એક સાથે છે અને કોઇ મતભેદ નથી : ડી.કે.શિવકુમાર

aapnugujarat

ઈડી વધુ આક્રમક : કાર્તિ સામે પીએમએલએ કેસ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1