Aapnu Gujarat
રમતગમત

Harshal Patel ને ભારતનો સર્વશ્રેષ્ઠ ડેથ ઓવર બોલર ગણાવતાં Sachin Tendulkar

ભારતમાં ક્રિકેટ અન્ય કોઈ પણ રમત કરતા ખુબ અત્યંત લોકપ્રિય છે. એમાં પણ સચિન તેંડુલકર તો ક્રિકેટની દુનિયામાં ભગવાનની ઉપમા ધરાવે છે. બોલિંગની વાત કરીએ તો હાલ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ છવાયેલા છે. પરંતુ સચિન તેંડુલકરે આ ધૂરંધર બોલર્સને છોડીને આ ગુજ્જુ બોલરના ખુબ વખાણ કર્યા છે અને કહ્યું કે ડેથ ઓવર્સમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે.
સચિન તેંડુલકરે કહ્યું હર્ષલ પટેલના વખાણ કરતા કહ્યું કે હર્ષલ પટેલે પોતાની વિવિધતાઓને ખુબસુરત રીતે નિખારી છે. દિગ્ગજ ક્રિકેટરે હર્ષલના ડેથ ઓવર્સના પ્રદર્શનના ખુબ વખાણ કર્યા છે. ૩૧ વર્ષનો રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ફાસ્ટ બોલર હર્ષલ પટેલ આઈપીએલની છેલ્લી કેટલીક સીઝનથી જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. હર્ષલ પટેલે આઈપીએલની ૨૦૨૧ની સીઝનમાં ૧૫ મેચમાં ૩૨ વિકેટ લઈને પર્પલ કેપ મેળવી હતી. જેમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ માટે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૫/૨૭ હતું. નવી સીઝન પહેલા તેને મેગા ઓક્શનમાં બેંગ્લુરુ ફ્રેન્ચાઈઝીએ ૧૦.૭૫ કરોડ રૂપિયામાં પાછો ખરીદ્યો અને તેણે ૧૨ મેચમાં ૧૮ વિકેટ લઈને પોતાની ટીમને જરાય નિરાશ પણ કરી નથી.
આઈપીએલ કરિયરની વાત કરીએ તો હર્ષલે પોતાની આઈપીએલની કરિયરમાં ૯૬ વિકેટ લીધી છે. આરસીસીની ટીમે ૧૩ મેચમાં ૧૪ અંક મેળવ્યા છે અને જાે તે ગુજરાત ટાઈટન્સની ટીમ સામે છેલ્લી લીગ મેચમાં ભારે અંતરથી જીતે તો તેની પાસે અંતિમ ચાર ટીમમાં જગ્યા બનાવવાની તક છે. આવા સમયે ટીમને હર્ષલ પટેલ પર ભરોસો હોય તે સ્વાભાવિક છે.
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે હર્ષલ પટેલ ભારતીય ક્રિકેટ માટે એક અનમોલ રત્ન સાબિત થઈ શકે છે. યુટ્યૂબ પર વાત કરતા સચિન તેંડુલકરે હર્ષલ પટેલને ડેથ ઓવર્સમાં સૌથી શક્તિશાળી બોલર્સમાંથી એક ગણાવ્યો. સચિને કહ્યું કે ‘હર્ષલ પટેલની બોલિંગમાં દરેક મેચ સાથે સુધારો થયો છે. કારણ કે તે પોતાની વિવિધતાને સુંદરતાથી છૂપાવવામાં સક્ષમ છે. મને લાગે છે કે જ્યારે ડેથ ઓવર્સમાં બોલિંગની વાત આવે તો તે દેશના સર્વશ્રેષ્ઠ બોલર્સમાંથી એક છે.’ અત્રે જણાવવાનું કે હર્ષલનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૯૦ના રોજ અમદાવાદના સાણંદમાં થયો હતો. એટલે કે તે સાણંદનો વતની છે.

Related posts

एसेक्स की कमान संभालेंगे संगकारा

aapnugujarat

સિલિકને હરાવી ફેડરર વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ જીતી

aapnugujarat

प्रैक्टिस के दौरान ऑलराउंडर विजय शंकर चोटिल हो गए

aapnugujarat

Leave a Comment

URL