Aapnu Gujarat
National

જ્ઞાનવાપીમાં સર્વે સામેની અરજી પર સુપ્રીમમાં સુનાવણી થશે

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. આ મામલો અયોધ્યાની જેમ ગરમાઈ રહ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરના સર્વેની સામે મસ્જિદ મેનેજમેન્ટની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ સુનાવણી કેટલાક દિવસ પહેલા સુનિશ્ચિત કરવામાં આવી તી, આ બધાની વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ હેઠળ સર્વે કરનારી ટીમને કથિત રીતે શિવલિંગ મળ્યાનો દાવો કર્યો છે. આ પછી વારાણસીની કોર્ટે જિલ્લા વહીવટી તંત્રને પટાંગણના અંદરના સર્વે કરાયેલા સ્થળને સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આજે વારાણસી કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. પાછલા ૨૪ કલાકમાં શિવલિંગ પર અલગ-અલગ દાવા કરાયા છે. હિન્દુ પક્ષ શિવલિંગ તો મુસ્લિમ પક્ષ તેને ફૂવારો ગણાવી રહ્યા છે. દાવો કરાય છે કે મસ્જિદમાં મુસ્લિમ નમાઝ પહેલા વજૂ કરે છે અને એ જ તળાવમાં શિવલિંગ મળ્યું છે. આ મામલે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પી એસ નરસિંમ્હાની સુપ્રીમ કોર્ટની બેન્ચ જ્ઞાનવાપી મસ્જિદના મામલાને મેનેજમેન્ટ કરનારી મેનેજમેન્ટ સમિતિ ‘અંજુમન ઈતેજામિયા મસ્જિદ’ની અરજી પર સુનાવણી થવાની છે. મુખ્ય જજ એનવી રમનની અધ્યક્ષતાવાળી બેન્ચે શુક્રવારે લેખિત આદેશમાં જસ્ટિસ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ અરજીને સૂચીબદ્ધ કરવા માટે આદેશ આપ્યો હતો. બેન્ચમાં જસ્ટિસ જેકે માહેશ્વરી અને હિમા કોહલીનો પણ સમાવેશ થાય છે.
મસ્જિદની સમિતિ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ અધિવક્તા હુઝફા અહમદીની બેન્ચે કહ્યું હતું કે સ્થળ પર કરાયેલા સર્વેની સામે અરજી દાખલ કરી છે અને તાત્કાલિક તેને અટકાવવાના આદેશની માંગ કરી છે. વરિષ્ઠ અધિવક્તાએ કહ્યું હતું, “જ્ઞાનવાપી પ્રાચીન કાળથી એક મસ્જિદ રહી છે અને તે પૂજા સ્થલ અધિનિયમના વર્તુળમા આવે છે.” નોંધનીય છે કે મુસ્લિમ પક્ષ પૂજા સ્થળ (વિશેષ જાેગવાઈ) અધિનિયમ, ૧૯૯૧ અને તેમની કલમ ૪નો ઉલ્લેખ કરાયો છે, જે કોઈ પણ પૂજા સ્થળ કે ઈબાદતગાહના ધાર્મિક સ્વરૂપને બદલવા માટે કોઈ કેસ થાય તો તેની કાયદાકીય પ્રક્રિયાને શરુ થતી રોકવા માટે લગાવાય છે.
મસ્જિદ કમિટીએ ૧૯૯૧ હેઠળ આ મામલાને રજૂ કરીને સર્વે પર સ્ટે લાવવાની માંગ કરી છે, પરંતુ હાઈકોર્ટના એડવોકેટ કમિશનરની નિયુક્તિમાં દખલ કરવાનો ઈનકાર કરી દીધો છે. આ પછી અંજુમને હાઈકોર્ટના સ્ટે લગાવવાના ર્નિણયને પડકાર ફેંકવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
વારાણસી સ્થિત કોર્ટે ૧૨મી મેએ જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરના વીડિયોગ્રાફી સર્વે કરવા માટે નિયુક્ત કોર્ટ કમિશનરને બદલવા માટે કરેલી અરજીને ફગાવી હતી અને ૧૭મી મે સુધી કાર્ય પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા કોર્ટે કમિશનરને મસ્જિદના સર્વેમાં મદદ કરવા માટે બે વકીલોને નિયુક્ત કર્યા જે પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીકમાં સ્થિત છે.
રાખી સિંહના નેતૃત્વમાં પાંચ હિન્દુ મહિલાઓના વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી દેવી-દેવતાઓની રોજ પૂજાની મંજૂરી માગતી અરજી દાખલ કરવામાં આવી હતી. દેવતાઓની મૂર્તિ મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત છે, મસ્જિદ મેનેજમેન્ટ સમિતિએ વીડિયોગ્રાફીનો વિરોધ કર્યો હતો પરંતુ કોર્ટના ર્નિણય બાદ ત્રણ દિવસમાં સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
અહીં મૂળ વિવાદ ૧૯૯૧માં વારાણસી જિલ્લા કોર્ટમાં તે સ્થળ પર પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાં વર્તમાનમાં જ્ઞાનવાપી મસ્જિદ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદ મંદિરનો ભાગ છે.
જ્ઞાનવાપી મસ્જિદ અંગે દાવો કરાય છે કે અહીં પહેલા કાશી વિશ્વનાથ મંદિરનો ભાગ હતો પરંતુ મુગલ શાસક ઔરંગજેબના આદેશથી તેને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

Related posts

રેલ્વેનું ક્યારેય ખાનગીકરણ નહિ થાય : પિયૂષ ગોયેલ

editor

Notice Pasted At The House Of Former Minister Haji Yakub Qureshi In Meerut, These Documents Have Been Sought

aapnugujarat

મિલિંદ સોમન કોરોના સંક્રમિત

editor

Leave a Comment

UA-96247877-1