Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમદાવાદમાં જૂનથી ૧૨ નવી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ કરાશે

અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની વિવિધ રૂટ માટેની ફ્લાઇટોના વિકલ્પ સીમિત હોવાથી વેકેશનની સિઝનમાં બધી ફ્લાઇટ પેક જાય છે. મુસાફરોને અન્ય ફ્લાઇટના વિકલ્પ મળે માટે જૂન મહિનાથી ૧૨ જેટલી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે. થોડા દિવસો પહેલા જ વરાણસીની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. નવી ફ્લાઇટોમાં ગો ફર્સ્‌ટ કોચી, જયપુર, ગોવા, હૈદરાબાદ સહિતની ફ્લાઇટો શરૂ કરવામાં આવશે. નવી ફ્લાઇટો શરૂ થવાથી અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફલાઇટોની આવાગમન ૧૭૦ થી વધશે સાથે સાથે પેસેન્જર ફૂટફોલ પણ પ્રતિદિન ૨૨ હજારને પાર કરશે. નવી ફ્લાઇટોથી ગો એરની આગામી સમયમાં ૩૬ જેટલી ફ્લાઇટોનું આવાગમન શરૂ થશે, જ્યારે ઇન્ડિગો પહેલી જૂનથી વીકમાં ચાર દિવસ જાેધપુર અને બીજી જૂનથી ચંડીગઢ અને દેહરાદૂનની ડેઇલી ફ્લાઇટ અને ત્રીજી જૂનથી કોલ્હાપુરની ફ્લાઇટ વીકમાં ત્રણ દિવસ શરૂ કરશે. અમદાવાદથી મુંબઈની નવી ત્રણ ફ્લાઇટો શરૂ કરાશે, જેમાંથી બે ૧૫ મેથી શરૂ કરવામાં આવી છે, ત્રીજી ફ્લાઇટ પહેલી જૂન થી શરૂ કરવામાં આવશે. સ્ટાર એર ત્રીજી જૂનથી વીકમાં પાંચ દિવસ અમદાવાદ ભુજની ફ્લાઇટ શરૂ કરશે.મુસાફરોને નવા વિકલ્પ મળે માટે આગામી જૂન મહિનાથી અમદાવાદથી કોચી, જયપુર, દેહરાદૂન, મુંબઈ, ગોવા સહિતની ડોમેસ્ટિક સેકટરની ૧૨ જેટલી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.

Related posts

चुनावी घोषणाओं के आधार पर होगा कार्य योजना का ऐलान : नीतीश

editor

निर्भया केस : राष्ट्रपति ने खारिज की मुकेश की दया याचिका

aapnugujarat

ચિદમ્બરમનાં ‘ભીખ માંગવું એ રોજગાર’વાળા નિવેદન પર બીજેપીનો પલટવાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1