Aapnu Gujarat
બિઝનેસ

હવાઈ મુસાફરી મોંઘી થશે

મોંઘા ક્રૂડ ઓઈલના કારણે છેલ્લા ચાર મહિનામાં એર ઈંધણના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેનો ફટકો દેશના ઉડ્ડયન ઉદ્યોગને ભોગવવો પડી શકે છે. મોંઘા હવાઈ ઈંધણના કારણે એરલાઈન્સ ભાડામાં વધારો કરી રહી છે, જેના કારણે હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા પર અસર પડી રહી છે. રેટિંગ એજન્સી આઈસીઆરએએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એટીએફના ભાવ વધવાથી દેશના ઉડ્ડયન ઉદ્યોગની રિકવરી પર અસર પડી શકે છે.હવાઈ મુસાફરી હવે વધુ મોંઘી થઈ શકે છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે ??ફરી એકવાર હવાઈ ઈંધણના ભાવમાં વધારો કરવાનો ર્નિણય લીધો છે. એટીએફના ભાવમાં ૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ એરક્રાફ્ટ ઈંધણના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. વર્ષ ૨૦૨૨માં એરક્રાફ્ટ ઈંધણના ભાવમાં ૧૦મી વખત વધારો થયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાની અસર વિમાનના ઈંધણ પર પણ પડી છે. સરકારી ઓઈલ કંપનીઓએ રાષ્ટ્રીય રાજધાનીમાં એટીએફના ભાવમાં ૫ ટકાનો વધારો કર્યો છે. દેશની રાજધાનીમાં એટીએફ ની કિંમત ૧૨૩,૦૩૯.૭૧ રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે (૧૨૩ રૂપિયા પ્રતિ લીટર) પર પહોંચી ગઈ છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની ૧લી અને ૧૬મી તારીખે એરક્રાફ્ટ ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. આ વર્ષે ૧લી જાન્યુઆરીથી હવાનું ઈંધણ લગભગ ૬૨ ટકા જેટલું મોંઘું થઈ ગયું છે. મુંબઈમાં એટીએફ ની કિંમત હવે વધીને ૧૨૧,૮૪૭.૧૧ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તે કોલકાતામાં રૂ. ૧૨૭,૮૫૪.૬૦ અને ચેન્નાઇમાં રૂ. ૧૨૭,૨૮૬ પ્રતિ કિલોલીટર થઇ ગયો છે.

Related posts

LICએ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં વધુ શેર ખરીદ્યા

aapnugujarat

एसबीआई ने ब्याज दरे आखिर घटाई

aapnugujarat

ઈપીએફઓ પીએફ યોગદાનને ઘટાડીને ૧૦ ટકા કરી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1