Aapnu Gujarat
રમતગમત

KKRની પ્લેઓફની આશા જીવંત રાખનાર ખેલાડી Russel

આન્દ્રે રસેલે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આઇપીએલની ૬૧મી મેચમાં દ્ભદ્ભઇએ સનરાઈઝર્સ હૈદરાબાદને ૫૪ રનથી હરાવ્યું હતું. હૈદરાબાદની આ સતત પાંચમી હાર છે. દ્ભદ્ભઇની ૧૩ મેચમાં આ છઠ્ઠી જીત છે. બીજી તરફ હૈદરાબાદને ૧૨ મેચમાં ૭મી હાર મળી છે. મેચમાં, દ્ભદ્ભઇ એ પ્રથમ રમતમાં ૬ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા. રસેલે અણનમ ૪૯ રનની આક્રમક ઇનિંગ રમી હતી. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૮ વિકેટે ૧૨૩ રન જ બનાવી શકી હતી. આ રીતે પ્લેઓફમાં પહોંચનારી ૩ ટીમો હજુ નક્કી થવાની બાકી છે. અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઇટન્સની ટીમ જ નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી શકી છે. ૭ ટીમો રેસમાં છે, જ્યારે મુંબઈ અને ઝ્રજીદ્ભ બહાર થઈ ગઈ છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન કેન વિલિયમસનનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. તે ૧૭ બોલમાં ૯ રન બનાવીને આન્દ્રે રસેલના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ઉતરેલા રાહુલ ત્રિપાઠી પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તે ૧૨ બોલમાં ૯ રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. સાઉદીએ તેનો શાનદાર કેચ પોતાના જ બોલ પર પકડ્યો હતો. આ દરમિયાન યુવા ડાબા હાથના બેટ્‌સમેન અભિષેક શર્માએ ચોક્કસપણે કેટલાક સારા શોટ્‌સ રમ્યા હતા. હૈદરાબાદનો સ્કોર ૨ વિકેટે ૭૨ રન હતો, પરંતુ ટીમે ૨ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી અને દ્ભદ્ભઇએ મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી. ૧૨મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ અભિષેકને આઉટ કર્યો. તેણે ૨૮ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૪ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. બીજી તરફ આક્રમક બેટ્‌સમેન નિકોલ્સન પૂરન ૧૩મી ઓવરમાં ઓફ સ્પિનર ??સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો. તેણે ૩ બોલમાં ૨ રન બનાવ્યા હતા. આ રીતે સ્કોર ૪ વિકેટે ૭૬ રન બની ગયો હતો. એડન મકરમ ૨૫ બોલમાં ૩૨ રન બનાવીને ઉમેશ યાદવના હાથે બોલ્ડ થયો હતો. તેણે ૩ સિક્સર ફટકારી હતી. હૈદરાબાદે છેલ્લી ૫ ઓવરમાં ૭૮ રન બનાવવાના હતા અને ૫ વિકેટ બાકી હતી. આન્દ્રે રસેલે ૧૮મી ઓવરમાં હૈદરાબાદને ૨ ઝટકા આપ્યા હતા. પહેલા તેણે વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યો. તેણે ૯ બોલમાં ૪ રન બનાવ્યા હતા. ત્યારબાદ રસેલે આ જ ઓવરમાં એક રનના સ્કોર પર યાનસેનને પેવેલિયન મોકલી દીધો હતો. ૧૯મી ઓવરમાં સાઉદીએ શશાંક સિંહને આઉટ કર્યો હતો. તેણે ૧૨ બોલમાં ૧૧ રન બનાવ્યા હતા. રસેલ છેલ્લી ઓવર નાખી હતી. આ ઓવરમાં ૬ રન બનાવ્યા હતા. રસેલે ૨૨ રનમાં ૩ વિકેટ લીધી હતી. આ પહેલા આન્દ્રે રસેલની તોફાની ઇનિંગ્સ અને સેમ બિલિંગ્સ સાથેની અડધી સદીની ભાગીદારીની મદદથી દ્ભદ્ભઇએ સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ૩૩ રનમાં ૩ વિકેટ લીધી હતી. રસેલ (૨૮ બોલમાં અણનમ ૪૯, ૩ ચોગ્ગા, ૪ છગ્ગા) અને બિલિંગ્સ (૨૯ બોલમાં ૩૪, ૩ ચોગ્ગા, ૧ છગ્ગા)એ છઠ્ઠી વિકેટ માટે ૬૩ રનની ભાગીદારી કરી હતી. વોશિંગ્ટન સુંદરની છેલ્લી ઓવરમાં રસેલે ૩ સિક્સ ફટકારી હતી. આ ઓવરમાં કુલ ૨૦ રન થયા હતા.

Related posts

टेस्ट के अस्तित्व को लेकर गांगुली ने जताई चिंता

aapnugujarat

देश की संपत्ति हैं फिट नागरिक : सुरेंद्र पूनिया

aapnugujarat

मयंक अग्रवाल भी हुए चोटिल

editor

Leave a Comment

UA-96247877-1