Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઘઉંની નિકાસ બંધ કરવાના નિર્ણયથી દુનિયામાં તહેલકો મચ્યો !

યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ઘઉંની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે કારણ કે બન્ને દેશ દુનિયાના સૌથી મોટા ખાદ્યાન નિકારકાર છે. જ્યારે યુક્રેન અને રશિયાથી સપ્લાયને અસર થયા બાદ ભારત તરફથી ઘઉંની માંગ વધી છે. જાે કે યુક્રેન કહે છે કે તેની પાસે ૨૦ મિલિયન ટન ઘઉં છે, પરંતુ તેનો વેપાર માર્ગ યુદ્ધને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આપણે એ સમજવું પડશે કે આખરે મફત અનાજની યોજનાને કારણે ઘઉંમાં ઘટાડાની જરૂરિયાત કેમ ઉભી થઈ? એવું બન્યું છે કે સરકાર ખેડૂતો પાસેથી સ્જીઁ પર ઘઉં ખરીદે છે અને તેને મફત અનાજની યોજના હેઠળ લોકો સુધી પહોંચાડે છે. આ વખતે એવું બન્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં વધારો થયો છે. કારણ કે રશિયા અને યુક્રેન બંને ઘઉંના મોટા નિકાસકારો છે. ભાવ વધ્યા તો સરકારી બજારને બદલે વેપારીઓએ ખેડૂતોના ઘઉંની વધુ ખરીદી કરી. પરિણામે ૧ મે સુધીના આંકડા મુજબ સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક પાંચ વર્ષમાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગત વર્ષની સરખામણીએ ઘઉંની સરકારી ખરીદીમાં ૩૦ ટકાનો ઘટાડો થયો હોવાનો અંદાજ છે. ભવિષ્યમાં તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. બ્રેડ-બિસ્કીટ પર પણ મોંઘવારીનાં વાદળો મંડરવા લાગ્યા છે. આ ઘઉંની રમતમાં સમસ્યા અને ચિંતા દરેક માટે છે. કેમ ઓઝડેમિરે જણાવ્યું હતું કે આવતા મહિને જર્મનીમાં યોજાનારી જી-૭ શિખર સમિટ દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવશે, જ્યારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું, નિકાસ પર પ્રતિબંધ બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોને અસર કરે છે, જેમને તેની તાત્કાલિક જરૂર છે. અમે એ પણ ભલામણ કરીએ છીએ કે ય્૭ બેઠકમાં આ મુદ્દે નક્કર ર્નિણય લેવામાં આવે, જેમાં ભારતને આમંત્રિત કરવામાં આવશે.જ્યારે, ભારત સરકારે કહ્યું છે કે તે એવા દેશોને નિકાસ કરવાની મંજૂરી આપશે કે જેઓ તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા પુરવઠાની વિનંતી કરે છે, કારણ કે અહેવાલો દાવો કરે છે કે ભારતમાં ઘઉંના ભાવ કેટલાક બજારોમાં રેકોર્ડબ્રેક ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. વધતા ઈંધણ અને પરિવહન ખર્ચે ભારતમાં ઘઉંના ભાવમાં વધુ વધારો કર્યો છે.મોદી સરકારે દેશવાસીઓના હિતમાં લીધેલા એક ર્નિણયથી દુનિયામાં ખલબલી મચી ગઈ છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવ વધી રહ્યા છે ત્યારે દેશના હિતમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેથી ઘઉંની નિકાસ રોકવાના ભારત સરકારના ર્નિણયની ય્-૭ દેશોના સમૂહ દ્વારા ટીકા કરવામાં આવી છે. જર્મનીના કૃષિ પ્રધાન કેમ ઓઝડેમિરે જણાવ્યું છે કે ભારતના આ પગલાથી વિશ્વમાં ખાદ્ય સંકટ ઉભું થશે. અમે ભારતને જી-૨૦ સભ્ય તરીકે તેની જવાબદારી સ્વીકારવાનું આહ્વાન કરીએ છીએ.

Related posts

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે છઠ્ઠા તબક્કામાં ૫૯ પૈકીની ૪૪ બેઠકો જીતી હતી

aapnugujarat

રાફેલ ડિલ યુપીએ કરતા ખુબ સસ્તી : જેટલી

aapnugujarat

भारत की उम्मीदे बरक़रार, लैंडर विक्रम पूरी तरह सुरक्षित : ISRO

aapnugujarat

Leave a Comment

UA-96247877-1