Aapnu Gujarat
રમતગમત

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે

આઇપીએલ સમાપ્ત થયા પછી, ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ૫ મેચની ટી ૨૦ શ્રેણી રમવાની છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ભારતીય ટીમ ની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે, જેમાં આઇપીએલ ૨૦૨૨માં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક મળી શકે છે, જ્યારે ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં પસંદગીકારો કેટલાક આશ્ચર્યજનક ર્નિણયો પણ લઈ શકે છે. જેમાં કેટલાક મોટા ખેલાડીઓને આરામ આપવાની સાથે કેટલાક નવા ખેલાડીઓને પણ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
રાષ્ટ્રીય ટીમમાંથી બહાર ચાલી રહેલા અને આઇપીએલ ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જાે આવું થાય છે, તો તે આઇપીએલ માં કેપ્ટન તરીકે હાર્દિકના શાનદાર પ્રદર્શનનો પુરસ્કાર હશે. તમને જણાવી દઈએ કે હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ૨૦૨૨ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ગુજરાતે ૧૨માંથી ૯ મેચ જીતી છે.
આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહેલો શિખર ધવન દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે પંજાબ કિંગ્સ તરફથી રમતા શિખર ધવને આઇપીએલ ૨૦૨૨ની ૧૨ મેચોમાં ૩ અડધી સદી ફટકારીને ૪૦૨ રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૮૮ રન છે. અગાઉ શિખર ભૂતકાળમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, તેથી તે પણ કેપ્ટનશિપનો દાવેદાર છે.

Related posts

વર્લ્ડકપમાં અશ્વિનની બાદબાકી ભારતને ભારે પડી શકે છે

aapnugujarat

ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને કચડ્યું

aapnugujarat

હિંમતનગરની સંઘવી કે.કે.કે. કોઠારી સ્કૂલ વક્તાપુરના વિદ્યાર્થી જય રાવલે ૧૦૦ મીટર દોડ જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1