Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ન્યૂયોર્ક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, ૧૦ના મોત

અમેરિકાના ન્યૂયોર્કમાં એક સુપરમાર્કેટમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર બફેલોના જેફરસન એવન્યુ નજીક થયો હતો. રિપોર્ટ અનુસાર ગોળીબાર કરનારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અને અન્ય ઈમરજન્સી સેવાઓએ આ ઘટના પર કડક કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને અહીં આવવાનું ટાળવા કહ્યું છે.
આ ઘટના ત્યારે બની હતી જયારે અધિકારીઓને ૧૨૭૫ જેફરસન એવન્યુ ખાતેના એક સ્ટોરમાં ગોળીબારની માહિતી મળી હતી. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ સુપરમાર્કેટની બહાર જમીન પર પડેલા કેટલાક પીડિતો અને દુકાનની અંદર અન્ય લોકોને જાેયા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બંદૂકધારી સૈન્ય શૈલીમાં સજ્જ હતો. તેના શરીર પર ‘પ્રોટેક્શન શિલ્ડ’ પણ હતી. જ્યારે તે તેના વાહનમાંથી બહાર નીકળ્યો ત્યારે તે ખૂબ જ ભારે હથિયારોથી સજ્જ હતો. તેની પાસે વ્યૂહાત્મક ગિયર હતું. તેની પાસે વ્યૂહાત્મક હેલ્મેટ પણ હતું. તેની પાસે એક કેમેરા હતો જેના વડે આ ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું.
સ્ટોરની અંદર માર્યા ગયેલા લોકોમાં એક નિવૃત્ત પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. તે અહીં સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. પોલીસ કમિશનરે કહ્યું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે શૂટરે તેની ગરદન પર બંદૂક મૂકી દીધી હતી. તેની સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને અંતે તેણે આત્મસમર્પણ કર્યું.

Related posts

ઇઝરાયેલે તેના સૈન્ય માટે એક જાસૂસ સેટેલાઇટ લોન્ચ કર્યો

editor

हॉन्ग कॉन्ग : सरकार के विरोध में फिर हुआ विशाल मार्च

aapnugujarat

अमेरिका मे मुंबई हमले के आरोपी तहव्वुर राणा के प्रत्यर्पण मामले की सुनवाई 12 फरवरी को

editor

Leave a Comment

UA-96247877-1