Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં ૨ શીખોની ગોળી મારીને હત્યા

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેર પેશાવરમાં અજ્ઞાત હુમલાખોરોએ શીખ સમુદાયના ૨ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી. માર્યા ગયેલા લોકોની ઓળખ કુલજીત સિંહ (૪૨) અને રંજીત સિંહ (૩૮) તરીકે થઈ છે. સ્થાનિક પોલીસે કહ્યું કે, આ બંને દુકાનદાર હતા જે સરબંદ વિસ્તારના બાટા તાલ બજારમાં મસાલા વેચતા હતા.
આમાં હિંદુ અને શીખ બંને સામેલ છે. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. ગોળી મારીને બંને ફરાર થઈ ગયા. અત્યાર સુધી આ મામલે કોઈ ધરપકડ નથી થઈ. સોશિયલ મીડિયા પર આ હુમલાના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ એવા વિડીયો છે જેનાથી કોઈપણ વિચલિત થઈ શકે છે. દુકાન પર ડેડબૉડી પડી છે અને ચારેય બાજુ લોહી જ લોહી જાેવા મળી રહ્યું છે.
ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાને હુમલાની ટીકા કરી છે અને પોલીસને દોષિતોની ધરપકડ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘટનાને આંતરધાર્મિક સૌહાર્દ બગાડવાનું ષડયંત્ર ગણાવતા કહ્યું કે, મૃતકોના પરિવારને ન્યાય અપાવવામાં આવશે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીઓને પકડવા માટે વિસ્તારને ઘેરી લીધો છે. કોઈએ આ હુમલાની જવાબદારી હજુ સુધી લીધી નથી.
પેશાવરમાં છેલ્લા ૮ મહિનામાં શીખ સમુદાય પર આ પ્રકારનો આ બીજાે હુમલો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં પેશાવરમાં એક પ્રસિદ્ધ શીખ ‘હકીમ’ની અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પેશાવરમાં લગભગ ૧૫ હજાર શીખ રહે છે. મોટાભાગના જાેગન શાહમાં છે. પેશાવરમાં શીખ સમુદાયના મોટાભાગના સભ્ય વેપાર સાથે જાેડાયેલા છે, જ્યારે કેટલાક ફાર્મસીસ ચલાવે છે.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ આ હત્યાની સખત શબ્દોમાં ટીકા કરી છે. એસડીપીસીના અધ્યક્ષ વકીલ એસ. હરજિંદર સિંહે જણાવ્યું કે, લઘુમતીઓની આ પ્રકારની હત્યાઓ આખી દુનિયા અને ખાસ કરીને શીખો માટે અત્યંત ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, અમે પેશાવર, ખૈબર પખ્તૂનખ્વા, પાકિસ્તાનમાં ૨ શીખોની કાયરતાપૂર્ણ હત્યાની ટીકા કરીએ છીએ. બંને દેશોની સરકારોએ પાકિસ્તાનમાં રહેનારા લઘુમતી શીખોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી જાેઇએ.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પેશાવરમાં શીખ નાગરિકોની હત્યાની ટીકા કરી છે અને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, શીખ નાગરિકોની હત્યામાં સામેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી જાેઇએ. સાથે જ તેમણે કહ્યું કે, કોઈને પણ ધાર્મિક સદભાવ બગાડવાની અનુમતિ નહીં આપવામાં આવે.

Related posts

અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર, ફ્લોરિડામાં ત્રણના મોત,

aapnugujarat

ट्रंप से मिलने 9 सितंबर को US जाएंगे अफगान राष्ट्रपति गनी

aapnugujarat

મ્યાનમારમાં ભૂસ્ખલન, ૨૫ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1