Aapnu Gujarat
રાષ્ટ્રીય

જારદાર હુમલાની તૈયારીરૂપે જાઇન્ટ ડોક્ટરિંગ તૈયાર થયું

કોઇપણ સંઘર્ષની Âસ્થતિમાં વધારે પ્રભાવશાળી તરીકાથી કાર્યવાહી કરવાના હેતુસર ભારતીય સૈન્ય બળો માટે એક નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય સૈન્ય બળોએ એક સંયુક્ત નીતિ અથવા તો જાઇન્ટ ડોક્ટરિંગને આખરી ઓપ આપી દેવામાં સફળતા મેળવી છે. આના હેઠળ ભારતીય સેના, નૌકા સેના અને હવાઈ દળ સાથે મળીને કામ કરશે. આનો મુખ્ય હેતુ આવનાર સમયમાં કોઇપણ પારંપરિક લશ્કરી હુમલાથી લઇને દરેક પ્રકારની લડાઈ માટે પોતાને વધુ સારીરીતે તૈયાર કરવાનો છે. જારદાર હુમલાની તૈયારીના હેતુસર આનું નિર્માણ થયું છે. આર્મી, નેવી અને એરફોર્સ મળીને સાથે કામ કરશે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે, આ જાઇન્ટ ડોક્ટરિંગ આશરે ૬૦ પાનામાં છે. આને સત્તાવારરીતે આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. જેમાં એકીકૃતરીતે સૈન્ય તાકાતના ઉપયોગ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આના ભાગરુપે સેનાઓની સૈન્ય ક્ષમતાઓમાં વધારો કરવામાં આવશે. સાથે સાથે મર્યાદિત બજેટ હોવા છતાં હથિયારોના વધુ સારીરીતે ઉપયોગ ઉપર ભાર મુકવામાં આવશે. વધારે પ્રહાર કરવાની તાકાત વિકસાવવામાં આવશે. સુત્રોના કહેવા મુજબ આ દસ્તાવેજમાં મળીને યોજના બનાવવા અને તેને અમલીકરણમાં મુકવા માટે વિસ્તારપૂર્વકની રુપરેખા તૈયાર કરવામાં આવી છે. આમા જમીન, હવા અને દરિયા તેમજ સાઇબર સ્પેશમાં જંગ લડવાની વ્યવસ્થા ઉભી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ દસ્તાવેજા એવા સમયે તૈયાર થઇ રહ્યા છે ત્યારે ઘણા સમયથી ત્રણેય સેનાઓના વડા અથવા તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દા ઉપર નિમણૂંક અને યુનિફાઇડ મિલેટ્રી કમાન્ડ બનાવવાની માંગ ઉઠી રહી છે. ૧૯૯૯ના કારગિલમાં થયેલા જંગ બાદથી આ પ્રકારના વિચાર ઉપર ચર્ચા ચાલી રહી હતી. હાલમાં જ બેઠકોના દોર વચ્ચે કેટલીક નવી વ્યૂહરચના પણ તૈયાર કરાઈ હતી.

Related posts

કઠુઆ ગેંગરેપ : આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, ડે.સીએમ નિર્મલસિંહ

aapnugujarat

AIMPLB decided to file review petition regarding SC verdict on Ayodhya case

aapnugujarat

મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ સપા અને બસપાએ ગઠબંધન કર્યું

aapnugujarat

Leave a Comment

URL