Aapnu Gujarat
રમતગમત

ટી૨૦ ક્રિકેટમાં ૨૦૦ કેચ લેનાર ધોની વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો

ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ્યારે જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ બનાવી લે છે. ૨૦૦૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર માહીએ ભારત માટે છેલ્લી મેચ ૨૦૧૯માં રમી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પણ ધોની મેદાનમાં ધમાલ મચાવી રહ્યો છે. ધોનીએ રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે ૮ બોલમાં બે સિક્સ સાથે અણનમ ૨૧ રન ફટકાર્યા હતા.
આ મેચમાં ધોનીએ વિકેટકીપિંગમાં પણ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. માહી ટી૨૦ ક્રિકેટમાં ૨૦૦ કેચ ઝડપનાર વિશ્વનો પ્રથમ કીપર બની ગયો છે. દિલ્હી વિરુદ્ધ ધોનીએ શાર્દુલ ઠાકુર અને રોવમેન પોવેલનો કેચ લીધો હતો. શાર્દુલના કેચની સાથે ધોનીએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ૨૦૦ કેસ પૂરા કરી લીધા છે. ધોનીએ ૨૦૦૬માં આફ્રિકા વિરુદ્ધ પોતાની પ્રથમ ટી૨૦ મેચ રમી હતી.
ધોનીએ ૩૪૭ મેચમાં ૨૦૦ કેચ લેવાની સિદ્ધિ મેળવી છે. ટી૨૦માં ધોની બાદ સૌથી વધુ કેચ લેવા મામલે દિનેશ કાર્તિકનો નંબર આવે છે. કાર્તિકે અત્યાર સુધી ૨૯૯ ટી૨૦ મેચમાંકીપિંગ કરી અને તેમાં ૧૮૨ કેચ ઝડપ્યા છે. ત્યારબાદ પાકિસ્તાનના કીપર કામરાન અકમલનો નંબર આવે છે. અકમલે ૨૮૨ મેચમાં ૧૭૨ કેચ લીધા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધોનીએ સૌથી વધુ ૧૨૯ કેચ લીધા છે. તેણે આ લીગમાં સૌથી વધુ શિકાર કર્યા છે, જેમાં ૩૯ સ્ટમ્પિંગ પણ સામેલ છે. ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પણ ધોની વિકેટની પાછળ શિકાર કરવામાં પ્રથમ નંબર પર છે. ધોનીએ ૯૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૯૧ શિકાર કર્યા છે, જેમાં ૫૭ કેસ અને ૩૪ સ્ટમ્પિંગ છે. ૬૪ શિકાર સાથે ડિ કોક બીજા સ્થાને છે.

Related posts

रामचंद्र गुहा ने बीसीसीआई प्रशासक पद से इस्तीफा दिया

aapnugujarat

માર્કસ સ્ટોઇનિસ હાર્દિક પંડ્યા કરતા સારો ખેલાડી : મેથ્યુ હેડન

aapnugujarat

फाइनल में पहुंची बंगाल वॉरियर्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1