Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનમાં લાખો લોકોને બે ટંક ભોજનના સાંસા

દુનિયામાં ધનવાન અને સમૃધ્ધ તથા વિકસીત દેશની શ્રેણીમાં આવતા બ્રિટનમાં પણ લાખો લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા હોવાનો ચોંકાવનારો રીપોર્ટ જાહેર થયો છે જે અંતર્ગત લાખો લોકોને બે ટંક ખાવાના પણ સાંસા પડી ગયા છે અને આ સંખ્યામાં સતત વૃધ્ધિ થઇ રહી છે.
બ્રિટનમાં ખાદ્ય સંબંધીત મુદ્દાઓ પર કામ કરતી સંસ્થા ધ ફૂડ ફાઉન્ડેશન દ્વારા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે દેશમાં ૨૦ લાખથી વધુ વયસ્ક લોકો બે ટંક ભોજનનો ખર્ચ ઉપાડી શકતા નથી અને તેઓની એટલી આવક નથી ઓછી આવક ધરાવતા મોટા ભાગના લોકોને બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે.
રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા મહિનાઓમાં મોંઘવારીમાં બેફામ વધારો થયો છે અને તેનો પ્રત્યાઘાત હોય તેમ છેલ્લા ત્રણ મહિનામાં જ બે ટંક ખાવા માટે સંઘર્ષ કરતા લોકોની સંખ્યામાં ૫૭ ટકાની મોટી વૃધ્ધિ થઇ છે. ૧૦૬૭૪ લોકો પર હાથ ધરાયેલા સર્વેના આધારે સંસ્થાએ આ રીપોર્ટ જારી કર્યો છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સર્વેક્ષણના આંકડા એવું સુચવે છે કે બ્રિટનમાં મૌલિક અધિકારોથી વંચિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભોજન જેવી પાયાની સુવિધાઓથી વંચિત લોકોની સંખ્યામાં વધારો ચોંકાવનારો છે.
બ્રિટનમાં મોંઘવારી ૩૦ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. ખાદ્ય ચીજાે અને ઇંધણમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. લોકોને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા હોવાના રીપોર્ટને પગલે બ્રિટીશ સરકાર દ્વારા ૨૨૦૦ કરોડના ખર્ચે લોકોને રાહત પેકેજ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં ઇંધણ અને ખાદ્ય ચીજાે વધુ મોંઘી થઇ શકે છે અને તેના આધારે ફુગાવો ૧૦ ટકાએ પહોંચી શકે છે.
રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મોંઘવારીના કારણે લોકો ખાનપાનનો ખર્ચ ઘટાડવા લાગ્યા છે. દેશમાં ખાદ્ય ચીજાેના ભાવમાં વાર્ષિક ધોરણે ૭ ટકાની વૃધ્ધિ થઇ રહી છે.

Related posts

રશિયા સાથે એસ-૪૦૦ ડિલ પર ભારતને છૂટ આપી શકે છે અમેરિકા

aapnugujarat

ઓપેકમાંથી બહાર થશે કતાર

aapnugujarat

દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર શરૂઆતના તબક્કામાં

editor

Leave a Comment

UA-96247877-1