Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ શક્તિ પ્રદર્શન કર્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિજય દિવસના અવસરે દ્ગછ્‌ર્ં ઉપર પણ નિશાન સાધ્યું. પુતિને કહ્યું કે તે તેતેમણે કહ્યું કે નાટો અમારી સરહદો પર રશિયા માટે જાેખમ પેદા કરવા માંગતું હતું. યુક્રેને પણ પરમાણુ હથિયારોની ચર્ચા શરૂ કરી દીધી હતી. પોતાના ભાષણમાં તેમણે ડોનબાસ, ખારકીવ અને મારિયુપોલનો ઉલ્લેખ કર્યો. પુતિને વિજય દિવસના અવસરે કહ્યું કે યુક્રેનમાં રશિયાની સેના પોતાની માતૃભૂમિની રક્ષા કરી રહી છે. યુક્રેનમાં રશિયા સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય જાેખમનો સામનો કરી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પુતિન આ વિશાળ પરેડ દ્વારા રશિયાના ઘાતક હથિયારોનું પ્રદર્શન કરીને દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યા છે. રશિયાના આ વિજય દિવસની ઉજવણીને યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં આ વિજય દિવસ બીજા વિશ્વ યુદ્ધ સંલગ્ન છે. આજના દિવસે એટલે કે ૯મી મે ૧૯૪૫ના રોજ મધ્યરાત્રિએ યુરોપ અને આફ્રિકાના ઉત્તર વિસ્તારોમાં બીજું વિશ્વ યુદ્ધ અધિકૃત રીતે સમાપ્ત થયું હતું. ૧૯૪૫માં બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની પર પોતાની જીતની ઉજવણી રૂપે રશિયા આજનો દિવસ વિજય દિવસ તરીકે ઉજવે છે. પહેલી વિજયી દિવસ પરેડ ૨૪ જૂન ૧૯૪૫ના રોજ આયોજિત કરાઈ હતી. રશિયાન સૈનિકોએ માત્ર મોસ્કો માટે જ લડત નહતી લડી તેમણે લેનિનગ્રાડ અને સ્ટાલિનગ્રાને પણ બચાવ્યા હતા. ત્યારબાદ રેડ સ્ક્વેર પર શાનદાર વિક્ટ્રી પરેડ કાઢવામાં આવી હતી. આ પરેડ આ વર્ષે યોજાઈ. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે પરેડનું આયોજન ૨૪ જૂને કરાયું હતું. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં ઉથલપાથલ મચેલી છે. યુદ્ધનો આજે ૭૭મો દિવસ છે. આજનો દિવસ રશિયા માટે ખાસ છે. રશિયા આજે વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. વિજય દિવસની ઉજવણીમાં પરેડ પણ યોજાઈ. પોતાના ભાષણમાં પુતિને યુક્રેન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવી. તેમણે આશ્ચર્યજનક રીતે પોતાના ભાષણમાં યુક્રેનના વિસ્તારોનું નામ લીધું.

Related posts

बुर्किना फासो में आतंकी हमला, 35 लोगों की मौत, 80 आतंकी ढेर

aapnugujarat

લંડનમાં વધુ એક આતંકી હુમલોઃ એક મોત

aapnugujarat

Suicide car bombing in Afghanistan; 13 died

editor

Leave a Comment

UA-96247877-1