Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરી ક્ષેત્રમાં ચીનની હાજરીથી વાકેફ છીએ : Rajnath Singh

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમે ઉત્તરીય ક્ષેત્રમાં ચીનની હાજરીથી વાકેફ છીએ. તેઓ ચતુર બાંધકામ તકનીકોને કારણે પહાડી વિસ્તારોમાં ઝડપથી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મ્ઇર્ંજ એ સમાંતર કામ કરવું જાેઈએ અને તેમની ક્ષમતાઓને વધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જાેઈએ. સરકાર આ દિશામાં મ્ઇર્ંને મદદ કરી રહી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું કે, ભારતની સરહદોની રક્ષા કરનારાઓને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, તેમણે કહ્યું કે સરહદી વિસ્તારોના વિકાસની ખાતરી કરવી એ સરકારની વ્યાપક સંરક્ષણ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે.
સિંહે કહ્યું, “અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા એવા લોકોને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવાની છે કે જેઓ અમારી સુરક્ષા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે, જેઓ આ દેશની સરહદના રક્ષક છે.” તેમણે રાજ્યમાં માળખાકીય સુવિધાઓને સુધારવા માટે મ્ઇર્ંની પણ પ્રશંસા કરી. પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસનું ઉદાહરણ આપતા સિંહે કહ્યું કે તે હવે દેશના સર્વાંગી વિકાસ માટે “નવું પ્રવેશદ્વાર” બની ગયું છે.
તેમણે કહ્યું કે માનવ સભ્યતાની યાત્રામાં રસ્તાઓનું ખૂબ મહત્વ રહ્યું છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, “રસ્તા અને પુલો શિક્ષણ, આરોગ્ય, વેપાર, ખાદ્ય પુરવઠા, સેનાની વ્યૂહાત્મક જરૂરિયાતો, ઉદ્યોગો અને સામાજિક-આર્થિક પ્રગતિ સાથે સંબંધિત અન્ય કાર્યોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.”

Related posts

Firing by criminals during raid in UP’s Kanpur, 8 policemen died

editor

હરિયાણાના પલવલમાં શિક્ષિકા સાથે સરપંચે કર્યં દુષ્કર્મ

editor

૨૦૧૭-૧૮માં રાજ્યોના જીડીપી ગ્રોથ મામલે બિહાર ટોપ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1