Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

તમિળનાડુમાં પનીરસેલ્વમની મદદથી કમળ ખીલાવવા માટે ભાજપ ઇચ્છુક

તમિળનાડુમાં જારી રાજકીય ઘમસાણ ઉપર ભાજપે નજર કેન્દ્રિત કરી દીધી છે. અન્નાદ્રમુકના બે જુથ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને રસાકસીમાં ભાજપે પોતાનો દાવ પૂર્વ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ ઉપર રમી દીધો છે. ભાજપ સાથે જાડાયેલા લોકોની દલીલ છે કે, સ્વર્ગસ્થ નેતા જયલલિતાની પ્રથમ પસંદ પનીરસેલ્વમ જ રહ્યા છે. જ્યારે જ્યારે જયલલિતાને હોદ્દા છોડવાની ફરજ પડી હતી ત્યારે તેઓએ પોતાની જગ્યા પનીરસેલ્વમને આપી હતી. આવી Âસ્થતિમાં ભાજપનું માનવું છે કે, જયાની રાજકીય વિરાસતને આગળ વધારવા માટે પનીરસેલ્વમ ઉપયોગી છે. તમિળનાડુમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી આડે ચાર વર્ષથી વધુનો સમય છે. આવી Âસ્થતિમાં ભાજપ એક એવી પાર્ટી તરીકે રજૂ થવા માંગે છે જે જયલલિતાની પસંદગીના વ્યÂક્ત સાથે નજરે પડશે. ભાજપને લાગે છે કે, લોકોની વચ્ચે વધારે સ્વીકાર્ય જૂથની સાથે રહીને તે અન્નાદ્રમુકના સમર્થકો વચ્ચે પોતાની Âસ્થતિ મજબૂત કરી શકે છે. પાર્ટીના કહેવા મુજબ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને પણ આ નીતિ તેમના માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. ભાજપના સુત્રોના કહેવા મુજબ પાર્ટીએ ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાજ્ય માટે ભાજપે મોટુ ટાર્ગેટ રાખ્યું છે. અહીંની ૩૯ સંસદીય સીટ પૈકી ઓછામાં ઓછી ૧૫ સીટો જીતવાની યોજના ભાજપ દ્વારા તૈયાર કરવામાંં આવી રહી છે. ભાજપના નેતૃત્વના એક વર્ગના લોકો માને છે કે, મોટાભાગના અન્નાદ્રમુકના નેતા આવનાર સમયમાં આ આશાની સાથે પનીરસેલ્વમની દેખાશે કે તેમને કેન્દ્ર સરકાર તરફથી સમર્થન મળેલું છે. તમામ ધારાસભ્યો પોતાની અવધિ પરિપૂર્ણ કરવા માંગે છે. આવી Âસ્થતિમાં ભાજપને લાગે છે કે, પનીરસેલ્વમ સત્તા સંભાળી લીધા બાદ રાજ્યમાં Âસ્થર સરકાર રહી શકે છે. વર્ષ ૨૦૧૪ સામાન્ય ચૂંટણીમાં ૨૮૨ સીટ જીતનાર ભાજપ દ્વારા હવે એવા વિસ્તારમાં પોતાની Âસ્થતિને મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જ્યાં તેમની હાજરી ખુબ ઓછી રહી છે. પરંપરાગત ગઢમાં તેમની ઉપÂસ્થતિને મજબૂત કરવાની શક્યતા હવે ઓછી રહી છે. તમિળનાડુ જેવા રાજ્યોમાં ભાજપની હાજરી નહીંવત સમાન રહી છે. તેની પાસે ચર્ચિત અને વિશ્વસનીય ચહેરા નથી. આવી Âસ્થતિમાં સ્થાનિક સ્તર પર અસર વધારવા માટે તેને બીજી પાર્ટીના નેતાઓ ઉપર હાલમાં આધાર રાખવાની જરૂર પડશે. જયલલિતાના અવસાન બાદ અન્નાદ્રમુકમાં ખેંચતાણ ચાલી રહી છે. તીન પત્તી પાર્ટી સિમ્બોલને લઇને બે જૂથ આમને સામને છે. જુદી જુદી શરતો મુકવામાં આવી રહી છે.

Related posts

વિકાસની સાથે શાંતિ અને સદ્‌ભાવના જરૂરી : નીતિશ

aapnugujarat

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસ ગઢમાં કોંગ્રેસ માટે સત્તા પ્રાપ્ત કરવી પડકાર સમાન

aapnugujarat

કર્ણાટકમાં પાર્ટીનો વિજય ખુબ ઐતિહાસિક છે : મોદી

aapnugujarat

Leave a Comment

URL