Aapnu Gujarat
રમતગમત

મેથ્યુ વેડ લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો

માં જાે સૌથી વધુ ચર્ચા હોય તો નવી નવેલી આવેલી ગુજરાત ટાઈટન્સ ટીમની છે. આઈપીએલની આ સીઝનની સૌથી મજબૂત ટીમ તરીકે તે ઉભરી આવી છે. ગુજરાતે ૯ મેચમાંથી ફક્ત એક જ મેચમાં હારનો સામનો કર્યો છે અને હાલ ૧૬ અંક સાથે તે સૌથી ટોપ પર છે. પરંતુ આ બધા વચ્ચે ગુજરાત ટાઈટન્સ ટીમનો એક ખેલાડી ખુબ ચર્ચામાં છે કારણ કે આ ખેલાડી લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો હતો પણ હવે વળી પાછી તેની આઈપીએલ કરિયર દાવ પર લાગી ગઈ છે.
અહીં જે ખેલાડીની વાત કરવામાં આવી છે તે છે મેથ્યુ વેડ. વેડ લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો છે અને ગુજરાત ટાઈટન્સની ટીમ સાથે જાેડાયો છે. પણ હાલ જાે જાેઈએ તો તેનું જાેઈએ તેવું ફોર્મ જાેવા મળ્યુ નથી જેના કારણે અહીં પણ તે સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. હાલ વેડની જગ્યા ભારતીય ખેલાડી ઋદ્ધિમાન સાહાએ લીધી છે. વેડને આ સીઝનમાં પહેલી ૫ મેચમાં જગ્યા મળી હતી પણ તે જાેઈએ તેવું પ્રદર્શન કરી શક્યો નહીં અને ફક્ત ૬૮ રન કર્યા. હવે લાગે છે કે ટીમમાં વાપસી તેના માટે મુશ્કેલ બની રહેશે. વેડની આઈપીએલ કરિયર ઉપર પણ જાેખમ તોળાઈ રહ્યું છે.
અત્રે જણાવવાનું કે મેથ્યુ વેડને આ વખતે યોજાયેલી આઈપીએલની હરાજીમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ૨.૪૦ કરોડ ખર્ચીને સ્ક્વોડમાં સામેલ કર્યો હતો. આ અગાઉ વેડને કોઈ પૂછતું નહતું પરંતુ ૨૦૨૧માં તેણે પાકિસ્તાન સામે જે રીતે રમત દેખાડી અને પોતાની ટીમને જીતાડીને ટી૨૦ વર્લ્‌ડ કપના ખિતાબ સુધી લઈ ગયો તેનાથી તે ચર્ચામાં આવી ગયો હતો. તેણે સેમીફાઈનલમાં સતત ૩ છગ્ગા ફટકારીને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી.
વેડે આ આઈપીએલ સીઝનના ૧૧ વર્ષ પહેલા પોતાની છેલ્લી આઈપીએલ રમી હતી. વેડ છેલ્લે ૨૦૧૧માં આઈપીએલમાં રમ્યો હતો. ત્યારબાદ આ ખેલાડી એક દાયકા જેટલો સમય લીગમાંથી ગાયબ રહ્યો.
હવે એવું લાગે છે જે પ્રકારનું તેનું હાલનું ફોર્મ છે તે જાેતા તેની આઈપીએલ કરિયર પર પૂર્ણ વિરામ મૂકાઈ શકે છે. તેના માટે ૨૦૧૧ની આઈપીએલ પણ કઈ ખાસ નહતી. તે ફક્ત ૩ મેચ રમી શક્યો હતો. ત્યારે તેણે ૨૨ જેટલા રન જ કર્યા હતા.

Related posts

बेंगलोर को कप्तान विराट कोहली से आगे सोचना चाहिए : गौतम गंभीर

editor

US Open: श्वार्टजमैन को हरा नडाल ने बनाई सेमीफाइनल में जगह

aapnugujarat

मेरे परिवार के लोगों को गालियां सुननी पड़ी जिसका मुझे बहुत दुख हुआ

editor

Leave a Comment

UA-96247877-1