Aapnu Gujarat
રાષ્ટ્રીય

આઠ વર્ષમાં ક્રૂડ સસ્તું થયું ત્યારે કેન્દ્રએ પ્રજાને તેનો લાભ નથી આપ્યોઃ સ્ટાલિન

પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડવા મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન અને કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં કહ્યું કે લોકો આ મુદ્દા પાછળના તથ્યો જાણે છે. ૨૦૧૪ પછી જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સસ્તું થયું ત્યારે મોદી સરકારે લોકોને તેનો લાભ આપ્યો નથી. આ તફાવતથી મળેલી વધારાની રેવન્યૂ પોતાના ખિસામાં જ રાખી.
પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ રાજ્યો સાથે શૅર કરવાની હોય છે, જે ઘટાડાાતા રાજ્યોની રેવન્યૂ પર અસર થઇ. બીજી તરફ સેસ અને સરચાર્જ રાજ્યો સાથે શૅર નથી થતા, જેમાં ઘણો વધારો કરાયો. એટલે લોકો પર બોજ પડે છે અને કેન્દ્ર મજા માણી રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી વિજયને પણ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે સંઘીય વ્યવસ્થામાં મોંઘવારી માટે ચોક્કસ રાજ્યોને દોષિત ઠેરવવાના પ્રયાસ ન થવા જાેઇએ, કેમ કે નાણાકીય સંચાલન માટે કેન્દ્ર જવાબદાર છે.

Related posts

કર્ણાટકની હાર બાદ ભાજપે બદલવી પડશે રણનીતિ

aapnugujarat

ટિકિટ બુક કરાવતી વેળા જ પૈસા ચુકવવાની જરૂર નથી : રેલવે દ્વારા નવી સ્કીમ જાહેર

aapnugujarat

નીતિશમાં અંતરાત્મા નથી, હવે મોદી આત્મા છે : તેજસ્વી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1