Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ જિલ્લા માં અનેક વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પાટણ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થશે. પાટણના નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી વિકાસના કામોની વિશેષ ભેટ આપનાર છે. યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે સવારે સવારે 10-30 કલાકે 38,609 લાખના વિકાસના કામોના ઇ-ખાતમુર્હુત અને ઇ લોકાર્પણ થનાર છે. મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી 3,21,630 નાગરિકો લાભાંવિત થનાર છે.

ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના વિકાસ તેમજ નાગરિકોને પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળી રહે તેની સતત ચિંતા અને કાળજી રાખતા રાજ્યના મુખ્યમંત્રી પાટણ જિલ્લાના નાગરિકોને રૂ 264 કરોડની પીવાના પાણીની યોજનાનું ખાતમુર્હુત કરી પાટણ જિલ્લાના ચાર તાલુકા સહિત કાંકરેજ તાલુકના નાગરિકોને વિશેષ ભેટ આપનાર છે.

અત્રે ઉલ્લેખનીય છેકે યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે યોજાનાર કાર્યક્રમના ખાતમુર્હુત કાર્યક્રમમાં પંચાયત વિભાગના સીસી રોડ,પીવાની પાઇપ લાઇન,પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થનાર છે.

દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10,000 વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળનાર છે. રૂ 6450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો જેમાં 39 ગામોની 132351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળનાર છે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો 26435.95 લાખના ખર્ચે તૈયાર થનાર છે જેનાથી 01 ગામની 1476 પાટણવાસીઓ લાભ લઇ શકનાર છે.બાલીસણા,અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થનાર છે.મહિલા અને બાળ વિકાસના રૂ 21 લાખના ખર્ચે 03 કામોના આંગણવાડી મકાનોના ખાતમુર્હુત થનાર છે. જેનાથી 03 ગામોની 379 બાળકને પોષ્ટીક આહાર મળી રહેશે

સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ 96 લાખના ખર્ચે 01 કામનું ખાતમુર્હુત થનાર છે જેનાથી 2050 સિધ્ધપુરવાસીઓને ફાયદો થનાર છે.ગુજરાતની સ્થાપના દિવસે મુખ્યમંત્રી વિકાસ કામોના લોકાર્પણ કરનાર છે. આ વિકાસ કામોમાં 11 વિભાગાના 1261 કામોનં લોકાર્પણ થનાર છે. જેમાં 855.57 લાખના ખર્ચે ગૃહ વિભાગના 03 કામોમાં પોલીસ અધિકારીઓ અને કર્મયોગીઓના રહેણાંક તેમજ સરકારી વાહનો રાખવા માટેના સ્થળના સિધ્ધપુર અને વાગડોદ ખાતે આવાસ સહિતની સુવિધાઓનું લોકાર્પણ થનાર છે. પંચાયત વિભાગના સીસીરોડ઼.પેવર બ્લોક ,ગટર લાઇન સહિત ગ્રામ સુવિધાના 197 વિકાસ કામો રૂ 387.87 ના ખર્ચે નિર્માણ પામેલ છે જેના લોકાર્પણથી 154 ગામોની 36,899 લોકો લાભાંવિત થનાર છે.રૂ 50 લાખના ખર્ચે સમોડા અને મીઠા ધરવા ખાતે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થનાર છે.

આરોગ્ય વિભાગના 02 કામોના લોકાર્પણ થવાથી 02 ગામોની 10,000 વસ્તીને ફાયદો થનાર છે. ઓરૂમાણા,ગોલીવાડા અને નાંદોત્રી ખાતે સરકારી શાળાના મકાનનું રૂ 880.69 લાખના ખર્ચે શિક્ષણ વિભાગના 03 કામોના લોકાર્પણ થનાર છે. આ લોકાર્પણથી 03 ગામોની 4239 નાગરિકોને ફાયદો થનાર છે.રાધનપુર,સમી,પાટણ અને સરસ્વતી તાલુકાની 26 આંગણવાડીના મકાનોનું લોકાર્પણ થનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના 26 કામોનું રૂપિયા 182 લાખના ખર્ચે લોકાર્પણ થશે જેનાથી 22 ગામોની 2772 બાળકોને સીધો ફાયદો થશે.

જળ જીવન મિશન,નલ સે જલ યોજના અંતર્ગત રૂ 63.94 લાખના ખર્ચે વાસ્મોના 01 કામના લોકાર્પણથી 3601 વસ્તીને લાભ મળનાર છે.રૂ 9.99 લાખના ખર્ચે સિધ્ધપુર નગરપાલિકાના 01 કામથી 34862 નાગરિકો તેમજ રૂપિયા 60 લાખના ખર્ચે પાટણ નગરપાલિકાના 01 કામના લોકાર્પણથી 45,542 નાગરિકોને લાભ મળનાર છે,વાગડોદ અને ધરમોડા ખાતે નવી અધતન આઇ.ટી.આઇ મકાનનું 1165.72 લાખના ખર્ચે તૈયાર થયેલ છે.જેનું લોકાર્પણ થવાનું છે. શ્રમ અને રોજગાર વિભાગના 02 કામોથી 02 ગામના 544 યુવા વિધાર્થીઓને ફાયદો થનાર છે.ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજનાના 25 કામોનું રૂ148.81 લાખના ખર્ચે લોકાર્પણ થનાર છે જેનાથી 23 ગામોની 4115 વસ્તીને ફાયદો થનાર છે..આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1000 આવાસ 1526.10 લાખના ખર્ચે તૈયાર થયેલ છે જેનાથી 285 ગામોના 4743 લોકોને ઘરનું ઘર મળનાર છે.

Related posts

Union HM Amit Shah chaired high-level meet reviewing preparations to deal with ‘Vayu’

aapnugujarat

જીગ્નેશ મેવાણીને તંત્ર દ્વારા ટોર્ચર કરાયાના આક્ષેપો થયા

aapnugujarat

શિહોરી વીજ વિભાગની ગંભીર બેદરકારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1