Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન આર્થિક કટોકટીમાં ફસાયેલા શ્રીલંકાને મદદ કરશે

સંકટગ્રસ્ત શ્રીલંકા તરફથી મદદ માટેના કોલનો જવાબ આપવામાં અઠવાડિયા સુધી વિલંબ કર્યા પછી, ચીન આખરે સંમત થયું છે. ચીને હવે કહ્યું છે કે તે કોલંબોને ‘ઇમરજન્સી માનવતાવાદી સહાય’ આપશે. જાેકે, ચીને શ્રીલંકાના દેવાને રિશિડ્યુલ કરવાની વિનંતી પર મૌન સેવ્યું છે. શ્રીલંકામાં ચીનના રોકાણ અને ચીન પાસેથી જંગી લોનના આધારે ડેટ ડિપ્લોમસીના આરોપો છે. તાજેતરમાં શ્રીલંકાએ તેના તમામ બાહ્ય દેવામાંથી ડિફોલ્ટ થવાની જાહેરાત કરી હતી. શ્રીલંકા પર ઇં૫૧ બિલિયનનું જંગી દેવું છે. જેમાં ચીનનો હિસ્સો લગભગ ૩૬ ટકા છે. ચાઇના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોઓપરેશન એજન્સીના પ્રવક્તા ઝુ વેઇએ જણાવ્યું હતું કે ચીનની સરકારે શ્રીલંકાને વર્તમાન સંકટનો સામનો કરવામાં મદદ કરવા માટે કટોકટીની માનવતાવાદી સહાય પૂરી પાડવાનો ર્નિણય કર્યો છે. બુધવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને પણ મીડિયાને જણાવ્યું કે ચીને શ્રીલંકાને કટોકટી માનવતાવાદી સહાયની જાહેરાત કરી છે. ભારતે છેલ્લા ત્રણ મહિનામાં શ્રીલંકાને આશરે ેંજીડ્ઢ ૨.૫ બિલિયનની સહાય પૂરી પાડી છે, જેમાં ઇંધણ અને ખાદ્યપદાર્થો માટે ક્રેડિટ સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કથિત રીતે ભારત મુશ્કેલીમાં મુકાયેલા ટાપુ રાષ્ટ્રને અબજ યુએસ ડોલરની વધુ સહાય આપવાનું વિચારી રહ્યું છે. બીજી તરફ ચીનના પ્રવક્તા ઝુ અને વાંગે ચીનની માનવતાવાદી સહાય અંગે કોઈ વિગતો આપી નથી. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ચીને ૧૯૫૨માં હસ્તાક્ષર કરાયેલ રબર-ચોખા કરારને ટાંકીને શ્રીલંકાને ચોખા મોકલવાની ઓફર કરી હતી, જેના હેઠળ ચીન કોલંબોથી રબરની આયાત કરશે. કોલંબોમાં ચીનના રાજદૂત ક્વિ ઝેનહોંગ દ્વારા ગયા મહિને કરાયેલી જાહેરાત પર ચીન હજુ પણ મૌન છે. ઝેનહોંગે કહ્યું હતું કે ચીન શ્રીલંકાને ૨.૫ બિલિયન યુએસ ડોલરની લોન આપવા પર વિચાર કરી રહ્યું છે. શ્રીલંકા પર ચીનનું દેવું તેના કુલ બાહ્ય દેવાના લગભગ ૧૦ ટકા જેટલું છે, જેમાં હંબનટોટા બંદર જેવા મોટા માળખાકીય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ચીને આ બંદર ૯૯ વર્ષની લીઝ પર મેળવ્યું છે.

Related posts

प. एशिया में 1000 अतिरिक्त सैनिक तैनात करेगा US

aapnugujarat

પાક.માં જાનૈયા લઈ જતી બસ ખીણમાં ખાબકતાં ૧૫નાં મોત

aapnugujarat

સૌરઉર્જા મિશનઃ ભારત સાથે કામ કરવા અમેરિકાએ વ્યક્ત કરી ઈચ્છા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1