Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિવપાલ યાદવની એન્ટ્રીને લઇ ભાજપ વધુ ઉતાવળ કરવાના મૂડમાં નથી

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી બાદ જ કાકા શિવરાજ યાદવ અને પોતાના ભત્રીજા અખિલેશ યાદવથી નારાજગી જાહેર જાહેર છે આવામાં શિવપાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરી રામભકત બનવા અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરી આરએસએસના એજન્ડાને આગળ વધારતા નજરે પડયાં પરંતુ શિવપાલનાં આગામી પગલા પર સસ્પેંસ બનેલ છે આવામાં સવાલ ઉઠે છે કે આખરે શું કારણ છે કે શિવપાલની અત્યાર સુધી ભાજપમાં એન્ટ્રી થઇ શકી નથી
યુપી ચુંટણી પહેલા શિવપાલ અને અખિલેશ યાદવ તમામ મતભેદ ખત્મ કરી સાથે ચુંટણી લડયા હતાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર શિવપાલ યાદવે જસંવતનગર બેઠકથી જીત હાંસલ કરી પરંતુ અખિલેશે તેમને સપાના ધારાસભ્ય માનવાની જગ્યાએ સાથી પક્ષ તરીકે ટ્રીટ કર્યા તેને કારણે શિવપાલ નારાજ થયા ત્યારબાદ તેમની ભાજપમાં સામેલ થવાની ચર્ચા ચાલી
શિવપાલ યાદવની ભાજપમાં એન્ટ્રીને લઇ કયારેક કોઇ તારીખ બતાવવામાં આવી રહી છે તો કયારેક કોઇ તારીખ બતાવવામાં આવી રહી છે પરંતુ ફાઇનલ તારીખ હજુ નક્કી થઇ શકી નથી એકતરફ ભાજપ શિવપાલને લઇ ખુબ વધુ ઉતાવળના મૂડમાં જાેવા મળી રહી નથી તો શિવપાલ હજુ પણ કન્ફયુજ જાેવા મળી રહ્યાં છે ભાજપમાં જવાની અટકળો વચ્ચે શિવપાલે બે દિવસમાં બે એવા સંકેત આપ્યો છે જેનાથી તેમનું વલણ બદલાતુ નજરે આવી રહ્યું છે.હાલ શિવપાલ યાદવના ભાજપમાં જવા બાદ પણ વધુ સારા દિવસો આવનાર નથી આ વાતને ખુદ હવે શિવપાલના સમર્થક કહેવામાં લાગ્યા છે. સુત્રોનું માનવામાં આવે તે ભાજપ શિવપાલ યાદવને સાથે લઇ સપા પ્રમુખ અખિલેશ યાદવને મોટો આંચકો આપવા ઇચ્છે છે શિવપાલની પરીક્ષા ભાજપ આઝમગઢ સંસદીય બેઠકની પેટાચુંટણીમાં કરવા ઇચ્છે છે જયાંથી ૨૦૧૯માં અખિલેશ યાદવે ચુંટણી જીતી અને ધારાસભ્ય બન્યા બાદ રાજીનામુ આપી દીધું ભાજપ આ બેઠક પર જીત હાંસલ કરવા માંગે છે. જેના માટે શિવપાલ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. જાે કે શિવપાલ ચુપ છે શિવપાલ તરફથી ન તો તેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે અને ન તો ભાજપમાં સામેલ થવાની કામગીરી કરવામાં આવી રહી છે.
શિવપાલે જસવંતનગરમાં એક કાર્યક્રમમાં સપાના શાસનની પ્રશંસા કરી તો ભાજપ પર સવાલ ઉભા કર્યા ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં શિવપાલે કહ્યું કે સપા સરકારમાં વિજળીની સમસ્યા રહેતી ન હતી પરંતુ આજે વિજળી કયારે આવે છે અને કયારે જાય છે તેની માહિતી હોતી નથી અખિલેશથી મતભેદ વચ્ચે શિવપાલનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
લખીમપુર ખીરીમાં કિસાનોને જીપથી કચડી નાખવાના આરોપી અને કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીશ મિશ્રાની જામીન રદ કરવાના કેટલાક સમય બાદ શિવપાલે ટ્‌વીટ કરતા સુપ્રીમ કોર્ટની નિષ્પક્ષતાની પ્રશંસા કરી હતી. આ સાથે જ જાૈહર યુનિવર્સિટીથી જાેડાયેલ એક કેસમાં આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી તેની પણ વાત કહી હતી.
યાદવના ટ્‌વીટ આઝમ ખાનથી જાેડાયેલ મામલા પર છે કે આશીષ મિશ્રાની જામીન પદ કરવા પર જાે કે બંન્ને જ નિર્ણયોથી ભાજપ સરકારને આંચકો લાગ્યો છે આવાાં શિવપાલ પુરી રીતે સસ્પેંસ બનાવીને બેઠા છે. જાે કે ભાજપમાં સામેલ થવાના સવાલો શિવપાલ ટાળી રહ્યાં છે અને કહે છે કે યોગ્ય સમયે જશે હાલ યોગ્ય સમય નથી હવે જાેવાનું એ રહેશે કે શિવપાલના ભાજપમાં સામેલ થવાનો યોગ્ય સમય કયારે આવે છે.

Related posts

મને કાર્યક્રમોમાં આમંત્રણ આપનારા હિન્દુઓ ઘટી ગયા છે : ગુલામનબી આઝાદ

aapnugujarat

વારાણસીમાં મોદીની સામે સપાએ બીએસએફના બરખાસ્ત જવાન તેજબહાદુરને ઉતાર્યાં

aapnugujarat

रूसी S-400 प्रणाली खरीदने में US प्रतिबंधों से बच सकता है भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1