Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

અખિલેશ, મુલાયમસિંહ, માયાવતીનું સુરક્ષા છત્ર ઘટ્યું

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ઉત્તર પ્રદેશ સરકારે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ, રામગોપાલ યાદવ, સપાના નેતા શિવપાલ યાદવ, આઝમ ખાન સહિત અનેક વિપક્ષી નેતાઓના સુરક્ષા છત્રમાં ઘટાડો કરી દીધો છે. અખિલેશ, મુલાયમ અને માયાવતીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવતા આની ચર્ચા જાવા મળી રહી છે. જા કે, કેટલાક નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં વધારો પણ કરવામાં આવ્યો છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયારનો સમાવેશ થાય છે. વિનય કટિયાર હવે ઝેડ કેટેગરીનું સુરક્ષામાં રહેશે. મુખ્ય સચિવ (ધ્રુવ), એડીજી ઇન્ટેલીજન્સ, એડીજી સિક્યુરિટીની બનેલી સુરક્ષા અંગેની સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં ડીજીપી સુલખાન સિંહ પણ ઉપÂસ્થત રહ્યા હતા. નિર્ણય તરત જ અમલી કરી દેવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ હજુ સુધી ૧૫૧ વીઆઈપી લોકો ગ્રેડેડ સિક્યુરિટી ધરાવતા હતા. જે પૈકી ૧૦૫ની સુરક્ષા સંપૂર્ણપણે ખેંચી લેવામાં આવી છે જ્યારે ૪૬ વીઆઈપીના કેસમાં સુરક્ષા ઘટાડવામાં આવી છે. જે લોકો સંપૂર્ણપણે સુરક્ષા છત્ર ગુમાવી ચુક્યા છે તેમાં બસપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને રાજ્યસભાના સાંસદ સતીષચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. મિશ્રાને કેન્દ્ર અને રાજ્યપાસેથી સુરક્ષા છત્ર મળેલું હતું. રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ આલોક રંજન પણ તેમની સુરક્ષા ગુમાવી રહ્યા છે. સપાના બે સભ્યો આસુ મલિક અને અતુલ પ્રધાન પણ સુરક્ષા ગુમાવી ચુક્યા છે. હાલમાં જ મળેલી બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંકેત આપ્યો હતો કે, સ્ટેટસ સિમ્બોલના નામ ઉપર સુરક્ષા છત્ર ધરાવનાર લોકોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવશે. આ સુરક્ષા જવાનોને સામાન્ય લોકોની કાળજી લેવા માટે તૈનાત કરવામાં આવશે.

Related posts

भारत -जर्मनी के बीच एक नए संबंध की हो सकती है शुरुआत

aapnugujarat

अंग्रेजी थोपना बंद करो : डॉ. वैदिक

aapnugujarat

इसरो के खास उपग्रहों से भारत में शुरु होगा हाई स्पीड इंटरनेट युग

aapnugujarat

Leave a Comment

URL