Aapnu Gujarat
ગુજરાત

10 એપ્રિલે અમિત શાહ નડાબેટ સીમા દર્શનને આપશે લીલીઝંડી,ગુજરાતની બોર્ડર પર BSF જવાનોનો દેશભક્તિ અને જુસ્સો નિહાળી શકાશે

જેમ વાઘા બોર્ડર પર BSFના જવાનોની દેશભક્તિ અને જુસ્સાને નિહાળી શકો છે તેવી જ વ્યવસ્થા હવે ગુજરાતના નડાબેટ સીમા ખાતે ઉભી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર પહેલો સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેને બે દિવસ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ સીમા પોઈન્ટ પર BSFના જવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ કરશે . રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, અગામી 10 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને તેઓ નડાબેડ સીમાદર્શન પોઈન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, અહીં જમવાનું મળી રહે તે સહિતની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે આ પોઈન્ટને ચલાવવા માટે એક એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી બે દિવસો બાદ ગુજરાતના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે તેમજ નાગરિકોને બોર્ડરની નજીક જવાની પણ એક અનુભુતિ કરવા મળશે. ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે.આ સ્થળ પર રોજ સાંજે બીએસએફ દ્વારા પરેડ કરવામાં આવશે જ્યાં જવાનોના શૌર્યને પ્રવાસીઓ માણી શકશે.

Related posts

બંધ વરસાદમાં અમદાવાદ મ્યુનિ.ની પોલ ખુલી ગઈ : ત્રણ સ્થળો પર ભુવા

aapnugujarat

મહેસાણામાં પીઆઈની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

editor

वडोदरा में 5 इंच बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1