Aapnu Gujarat
National

રાજ્ય સરકાર તમામ કેસો પરત નહીં ખેંચે તો વિરોધના કાર્યક્રમો યથાવત રાખવામાં આવશે : હાર્દિક પટેલ

અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, 9 કેસ આનંદી બહેનની સરકાર હતી ત્યારે જ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ચૂંટણી પહેલા પાટીદારો પર કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના મુખ્ય આ કારણો પણ હોઈ શકે છે.

પાટીદાર અનામત આંદોલન મામલે થયેલા કેસો પૈકી કેટલાક કેસો પરત ખેંચવામાં આવ્યા છે. સરકાર દ્વારા 10 કેસો પરત ખેંચવામાં આવ્યા છે. કેમ કે પટેલો ની નારાજગી દૂર કરવા માટે આ પહેલું પગથિયું માનવામાં આવી રહ્યું છે.

2017ની ચૂંટણીનાં પરિણામો પર પાટીદાર આંદોલનોની અસર પડી હતી. જેના કારણે ડબલ ડીજીટ માં જીતનો આંક બીજેપીનો રહી ગયો હતો જેથી સરકાર દ્વારા આ મામલે કેસો પરત ખેંચવાના તજવીજ હાથ ધરાઇ છે.

અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, 9 કેસ આનંદી બહેનની સરકાર હતી ત્યારે જ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તમામ કેસો પરત નહીં ખેંચે વિરોધના કાર્યક્રમો યથાવત રાખવામાં આવશે. 23 તારીખનું અલ્ટિમેટમ અગાઉ સરકારને લેટર લખીને હાર્દિકે આપ્યું હતું.

હાર્દિક પટેલે કહ્યું કે, એક જ કેસ છે જે નવો કેસ છે જે મારા ઉપર લગાવવામાં આવ્યો હતો. પાટીદારો પર 497 કેસ હતા જેમાંથી 247 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. હજુ ઘણા કેસ પેન્ડિંગ છે. જે કેસ પાટીદાર ભાઈઓ પર લગાવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવશે એવો મને સરકાર પર ભરોસો છે.

Related posts

प्रधानमंत्री आवास योजना की किस्त जारी करने की एवज में रिश्वत लेते सरपंच प्रतिनिधि को एसीबी ने किया गिरफ्तार

aapnugujarat

કેપ્ટન કૂલનો નવો લૂક સોશિયલ મીડિયામા છવાયો

editor

છત્તીસગઢ સરકારની મોટી જાહેરાત

editor

Leave a Comment

UA-96247877-1