Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓપરેશન બ્લૂસ્ટારમાં બ્રિટેન સરકારની ભૂમિકા અંગે તપાસની માંગ

બ્રિટેનના બે શીખ સાંસદોએ ‘ઓપરેશન બ્લૂસ્ટાર’માં બ્રિટીશ સરકારની ભૂમિકા પર સ્વતંત્ર તપાસની માંગ કરી છે. વર્ષ ૧૯૮૪માં ભારતીય સેનાએ સ્વર્ણ મંદિરમાં આતંકવાદીઓને બહાર કાઢવા માટે આ ઓપરેશન ચલાવ્યું હતું.બ્રિટનના પ્રથમ શીખ સાંસદ તનમનજીત સિંહ ધેસી અને પ્રીત કૌર ગિલે કહ્યું કે જો બ્રિટેન સરકાર દેશની નેશનલ આર્કાઈવ દ્વારા જાહેર દસ્તાવેજો પર ધ્યાન નથી આપતા તો તે આ મુદ્દો દબાવવાના આરોપ હશે. આ દસ્તાવેજમાં બ્લૂસ્ટારમાં બ્રિટેન સરકારની ભૂમિકા હોવાની જાણકારી આપવામાં આવી છે.બ્રિટેનના શીખ ફેડરેશન મુજબ ૧૯૮૫ના જાહેર દસ્તાવેજોથી એમ લાગી રહ્યું છે કે તત્કાલીન ભારતીય સેના પ્રમુખ જનરલ અરૂણ શ્રીધર વૈદયને બ્રિટિશ સેના તરફથી ૧૯૮૪ની શરૂઆતમાં આ સંબંધે ગુપ્ત માહિતી મળી હતી.
શ્રીધરે જૂન ૧૯૮૪માં ઓપરેશન બ્લૂસ્ટારની યોજના બનાવી હતી.ધેસી ભારત આવેલા છે. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, જ્યાં સુધી ૧૯૮૪ના ઓપરેશન બ્લૂસ્ટારની વાત છે, ત્યારે અમને બધાને એ વાતનું દુખ છે. પરંતુ અમને એ નથી ખબર કે બ્રિટેન સરકારની કોઈ ભૂમિકા હતી. અમે હંમેશા એમ વિચારતા હતા કે આ કાર્યવાહી ભારત સરકારે કરી છે.તેમણે દાવો કર્યો છે કે બ્રિટેનમાં કેટલાક પત્રકારોના ગુપ્ત દસ્તાવેજોના વિશ્લેષણ દરમિયાન બ્રિટેનના તત્કાલીન પ્રધાનમંત્રી મારગ્રેટ થૈચરની ભૂમિકા જોવા મળી. બ્રિટેનના સાંસદે કહ્યું, આ ભૂમિકા માત્ર સલાહ આપવા પુરતી હતી કે બીજી કંઈક, જ્યારે અમને આ બાબતે માહિતી મળી ત્યારે અમને દુખ થયું કારણ કે અમને ખ્યાલ નહોતો કે અમારી સરકારની આમાં કોઈ ભૂમિકા હશે.

Related posts

અમેરિકાએ પેલેસ્ટાઈનની ૬૫૦ મિલિયન ડોલરની મદદ પર રોક લગાવી

aapnugujarat

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

पाकिस्तान में ईसाई ट्रांसजेंडरों को मिला ‘फर्स्ट चर्च ऑफ यूनक’ नाम का पहला गिरजाघर

editor

Leave a Comment

UA-96247877-1