Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર શહેરની એમ.પી શાહ કોલેજ સામે મસમોટુ ગાબડુ

સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં કરોડોના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા નવા રોડ રસ્તા બનાવવા આવ્યા છે ત્યારે શહેરની એમ.પી શાહ કોલેજ સામે તાજેતરમાં નવા બનાવેલા રોડ પર મસમોટું ગાબડું પડતા મેઈન રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયા.

વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના એસ ટી બસ સ્ટેન્ડથી મેઈન બજારમાં જવાના રસ્તે અને જોરાવરનગર તરફ જવાના માર્ગે આ મેઈન રસ્તા પર રાહદારીઓ વાહનોની અવર જવર વધારે છે ત્યારે શહેરની એમ.પી શાહ કોલેજ સામે કરોડોના ખર્ચે તાજેતરમાં બનાવેલા નવા રસતા પર મસમોટું ગાબડું પડતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવામાં આવ્યો આ મસમોટા પડેલા ભૂવાના પગલે મેઈન રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી અને ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયો આ સર્જાયાયેલા ટ્રાફિક ના પગલે ઘટનાસ્થળે તાત્કાલિક ટ્રાફિક જવાનોની ટીમ દોડી જઈ ટ્રાફિક હળવો કરી આ મસમોટા ખાડામાં કોઈ વાહન ચાલક કે રાહદારી પડે નહી તે હેતુથી સાવચેતીના ભાગ આડા બેરીકેટ મુકી સરાહનીય કામગીરી કરી હતી તેમજ તંત્ર દ્વારા વાહનચાલકો અને રાહદારીઓએ તાત્કાલિક મસમોટો ખાડો રિપેર કરવાની લોક માંગ ઉઠી

Related posts

ગાંધીનગરમાં ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા અનાજ વિતરણ કરાયું

aapnugujarat

અમદાવાદનો વધુ એક યુવક લૂંટેરી દુલ્હનનો થયો શિકાર

editor

આગામી ૩ વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટના ત્રણેય ઢગલા દૂર થશે

editor

Leave a Comment

UA-96247877-1