Aapnu Gujarat
Uncategorized

મહેસાણા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદશ્રી શારદાબેન પટેલના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ સ્મારકનું કરવામાં આવ્યું ઉદ્ધાટન

મહેસાણા રેલ્વે સ્ટેશન ઉપર અમદાવાદ ડિવિઝન ના DRM શ્રી તરુણ જૈન અને અન્ય અધિકારીઓની હાજરીમાં ૧૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતા ૩૦ X ૨૦ ફૂટ સાઈઝના રૂપિયા ૨૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રધ્વજ સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સાંસદશ્રી શારદાબેન પટેલે મહેસાણાના વિવિધ પ્રશ્નો DRM શ્રી તરુણ જૈન સાથે રેલ્વે વિભાગના વિવિધ પ્રશ્નોની માહિતી મેળવવાની સાથે વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી,રેલ્વે વિભાગના ડી.આર.એમ શ્રી તરુણ જૈને તમામ કામોની સમીક્ષા કરીને ઝડપથી પોઝીટીવ મંજુરી અને કામગીરી કરશે તેવી ખાતરી આપી.

આજના પ્રસંગે રેલ્વેના સીનીયર અધિકારીઓ સીનીયર ડી.સી.એમ રવીન્દ્ર શ્રીવાસ્તવ, ડી.સી.એમ ગૌરવ જૈન અને અન્ય અધિકારીઓ, મહેસાણા જીલ્લા ભાજપ પ્રમુખ જસુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, રેલવે મેમ્બર ગીરીશભાઈ રાજગોર, રેલ્વે ZRUCC મેમ્બર ડૉ. રશ્મીકાન્ત પટેલ (પ્રોફેસર), જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ડૉ. જે.એફ.ચૌધરી , શૈલેશભાઈ પટેલ, મહેસાણા નગરપાલિકા ઉપ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ તથા કોર્પોરેટરશ્રીઓ અને શહેરીજનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

Related posts

મનિષ સિસોદિયાએ ભાવનગરમાં સ્કૂલની લીધી મુલાકાત

aapnugujarat

વલસાડ પોસ્ટ ઓફિસના કર્મીએ ખાતા ધારકોને ચૂનો ચોપડ્યો

editor

GST ની અમલવારી અને તેની સમસ્યા અંગે વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરવા તા.૧૪-૭-૨૦૧૭ના રોજ સર્કીટ હાઉસ જામનગર ખાતે  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1