Aapnu Gujarat
ગુજરાત

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા “ક્લિન ઇન્ડિયા -ગ્રીન ઇન્ડિયા” નો કાર્યક્રમ યોજાયો

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના એન.એસ.એસ.વિભાગ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા ના સુત્ર હેઠળનો સ્વચ્છતા, સિંગલ યુઝ પ્લાસ્ટિક અવેરનેસ તેમજ જનસંપર્કનો કાર્યક્રમ ગુજરાત, દીવ- દમણ અને દાદરાનગર હવેલીના રિજિયોનલ ડાયરેક્ટર ડો.ગીરધરલાલ ઉપાધ્યાય ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં એન.એસ.એસ.ના 100 ઉપરાંત સ્વયંસેવક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ પદે કોલેજ સંચાલક મંડળના પ્રમુખ અને પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી જ્યારે મુખ્ય મહેમાન પદે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ડો. અનિલ ભાઈ સોલંકી, અતિથિ વિશેષ પદે લો કોલેજ ગોધરા ના આચાર્ય ડો. અપૂર્વ પાઠક તેમજ બી.એડ કોલેજ ગોધરા ના આચાર્ય ડો. આર જી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રવચનમાં રીજિયોનલ ડાયરેક્ટર ડો. ગીરધરલાલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ભારત સરકારના ખેલકૂદ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત છે જે સમગ્ર દેશમાં જેટલા એન.એસ.એસ એકમો છે ત્યાં યોજાઈ રહ્યો છે .ખાસ કરીને આ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જનતાને જાગૃત કરવાનો મુખ્ય આશય છે .આવું પ્લાસ્ટિક કે જેનો સરળતાથી નાશ થતો નથી અને ગૌવંશ સહિતના પશુઓ તેને ખાય છે અને ભયાનક રીતે ક્યારેક મૃત્યુ પણ પામે છે .આ અંગે એન.એસ.એસ.ના સ્વયંસેવકો મારફતે સમગ્ર જનતાને જાગૃત કરવાનો આશય સાથેનો આ કાર્યક્રમ છે જે આગામી સમયમાં આવા પ્લાસ્ટિકની ગંભીર અસરથી જનતાને કેવી રીતે બચાવી શકાય તે માટે નો છે. પ્રારંભમાં એન.એસ.એસ.ના યુનિવર્સિટીના કો-ઓર્ડીનેટર ડો નરસિંહભાઇ પટેલ દ્વારા તમામ મહાનુભાવો નું દબદબાભેર બુક ,શાલ અને સુતર ની આટી થી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ
સોલંકી દ્વારા પણ વિશેષ માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમર્સ કોલેજ ગોધરા ના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અરુણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડનારી ટોળકી પકડાઈ

aapnugujarat

કાંસા ગામમાં મહંતશ્રી લાલદાસ બાપુનું ભવ્ય સામૈયુ કરાયું

aapnugujarat

આગામી પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાના જ રહેશે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1