Aapnu Gujarat
રાષ્ટ્રીય

અખિલેશ યાદવે ‘સમાજવાદી વિજય યાત્રા’ શરૂ કરી

અખિલેશ યાદવની સમાજવાદી વિજય યાત્રા પર પ્રતિક્રિયા આપતા ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો કોરોનાના સમયમાં પરેશાન લોકોને અવગણે છે તેઓ તેમના ફાઇવ સ્ટાર રથમાં લોકોની વચ્ચે જઈ રહ્યા છે જે રાજ્યના લોકોનું અપમાન છે. સરકારી પ્રવક્તાએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને રાહત આપવા માટે પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે સપા નેતા તેમના એરકન્ડિશન્ડ રૂમમાં ટ્‌વીટ કરવામાં વ્યસ્ત હતા.સમાજવાદી પાર્ટીના (જીઁ) અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મંગળવારે કાનપુરથી ‘સમાજવાદી વિજય યાત્રા’ ની શરૂઆત લોકો સુધી પહોંચવાના હેતુથી અને આગામી વર્ષમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના સમર્થન મેળવવા માટે કરી હતી. આ દરમિયાન સપા સુપ્રીમો અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ૪૦૦ બેઠકો જીતીને રાજ્યમાં સપાની સરકાર બનાવશે. ફાઈવ સ્ટાર રથના આરોપ પર અખિલેશ યાદવે કહ્યું કે “હું યોગીને પડકાર આપું છું, તે પગપાળા ચાલે, હું સાઈકલ પર ચાલીશ. અખિલેશે કહ્યું કે સપા માત્ર નાના પક્ષો સાથે જાેડાણ કરશે. પ્રિયંકાની સક્રિયતા પર અખિલેશ યાદવે કહ્યું કે સમસ્યા ભાજપને છે, અમને નહીં. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતો એક મોટો મુદ્દો છે. સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ સોમવારે કહ્યું કે આ યાત્રાનો હેતુ લોકોને ભાજપ સરકારની ભ્રષ્ટ, નિરંકુશ અને દમનકારી નીતિઓથી વાકેફ કરવાનો અને સાચી લોકશાહીની સ્થાપના કરવાનો છે. તેમણે કહ્યું કે સમાજવાદી વિજય યાત્રા મંગળવારે કાનપુરથી શરૂ થશે અને પાર્ટી દ્વારા પ્રથમ બે દિવસમાં જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ પ્રથમ તબક્કામાં કાનપુર દેહાત, જાલૌન અને હમીરપુર જિલ્લામાં જશે. ચૌધરીએ જણાવ્યું હતું કે, યાત્રાનો હેતુ ખેડૂતો, યુવાનો, દલિતો, પછાત, લઘુમતીઓ અને તમામ વર્ગને ન્યાય આપવાનો છે અને તેમને રાજ્યમાં નિરંકુશ અને દમનકારી સરકારથી મુક્તિ આપવાનો છે. ચૌધરીએ કહ્યું કે અખિલેશ યાદવની યાત્રા રાજ્યમાં પરિવર્તન માટે છે. સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે સપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની પ્રથમ ‘ક્રાંતિ યાત્રા’ ૩૧ જુલાઈ ૨૦૦૧ ના રોજ શરૂ થઈ અને પછી તેમણે ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૧ થી ‘સમાજવાદી પાર્ટી ક્રાંતિ રથ યાત્રા’ કાઢી હતી. પાર્ટી પાસે પહેલેથી જ ‘રથ’ છે. એક મર્સિડીઝ બસ જેના પર એક બાજુ અખિલેશના પોસ્ટર અને બીજી તરફ પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પોસ્ટર લગાવ્યા છે. રથ પર પાર્ટીના નેતા મોહમ્મદ આઝમ ખાનની તસવીર પણ છે. યાત્રાના એક દિવસ પહેલા પાર્ટીએ ૧૭ સેકન્ડનો વીડિયો બહાર પાડ્યો હતો જેમાં અખિલેશ તેમના પિતા મુલાયમ સિંહ યાદવ સાથે વાત કરતા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જાેવા મળી રહ્યા છે.

Related posts

पंजाब में किसान आंदोलन से रेलवे को हुआ ‘2200 करोड़ का नुकसान’

editor

કોંગ્રેસ-બસપ નજીક આવતા ભાજપની ઉંઘ હરામ

aapnugujarat

૨૦૨૦ માટે કૃષિ વિભાગની ચેતવણી, દૂધ અને ઘઉંના ઉત્પાદનમાં થશે ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1