Aapnu Gujarat
ગુજરાત

સીએનજીમાં ૪ વર્ષમાં ૧૪ રૂપિયાનો વધ્યા

રિક્ષાના ભાડા ચાર વર્ષ પહેલાં વધારવામાં આવ્યા હતા. ત્યારે ઝ્રદ્ગય્નો ભાવ રૂ. ૪૫ જેટલો હતો. જાેકે, હાલમાં ઝ્રદ્ગય્ના ભાવ રૂ. ૫૮.૮૬ સુધી પહોંચી ગયા છે. આમ, ચાર વર્ષમાં ઝ્રદ્ગય્ના ભાવમાં રૂ. ૧૩.૮૬ જેટલો વધારો થયો છે. તેની સામે રિક્ષાના ભાડામાં એક પણ રૂપિયો વધારવામાં આવ્યો નથી. સરકારની કમિટીના નિયમ મુજબ દર વર્ષે એપ્રિલ કે મે માસમાં રિક્ષા ભાડામાં રિવ્યુ કરવાનું હોય છે. પરંતુ છેલ્લા ૪ વર્ષથી રિક્ષા ભાડામાં રિવ્યુ કરવામાં આવ્યું નથી. આ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ભાડામાં વધારો કરાયો નથી. ઝ્રદ્ગય્ના ભાવ વધ્યા બાદ હવે રિક્ષાના ભાડામાં વધારા માટે ફરી માંગણી ઉગ્ર બનવા પામી છે. હાલમાં છેલ્લા ચાર વર્ષથી ભાડામાં વધારો કરવામાં આવ્યો ન હોવાના લીધે ઘણા રિક્ષાચાલકો મીટર કરતા વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જાેકે, રિક્ષાચાલકોને હાલના ભાડાના દર પોસાય તેમ ન હોવાથી આ મુદ્દે હવે તેઓ ફરી સરકારમાં રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. રિક્ષાચાલકોના વિવિધ એસો. દ્વારા આ મુદ્દે સંયુક્તમાં રજૂઆત કરવાનું પણ આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે.ઝ્રદ્ગય્ના ભાવમાં થયેલા વધારાના પગલે હવે રિક્ષાચાલકો દ્વારા ભાડા વધારાની માંગણી ઉગ્ર કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી રિક્ષાના ભાડામાં એક પણ રૂપિયાનો વધારો થયો ન હોવાથી રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે. છેલ્લે રિક્ષાના ભાડામાં વધારો થયો ત્યારબાદ ઝ્રદ્ગય્ના ભાડામાં રૂ. ૧૪ સુધીનો વધારો થઈ ગયો છે. પરંતુ ભાડા હજુ પણ યથાવત રહ્યા છે. જેના પગલે ઘણા રિક્ષાચાલકો મીટર કરતા વધુ ભાડા લેતા થયા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ઝ્રદ્ગય્ના ભાવમાં રૂ. ૨.૫૬ જેટલો વધારો કરવામાં આવ્યા બાદ હાલમાં રાજ્યમાં ઝ્રદ્ગય્નો ભાવ રૂ. ૫૮.૮૬ જેટલો થઈ ગયો છે. આમ, ઝ્રદ્ગય્માં થયેલા જંગી ભાવ વધારાના પગલે રિક્ષા ચાલકોમાં ભાડા વધારાની માંગણી ઉઠવા પામી છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી રિક્ષા ભાડા માટેની કમિટીએ છેલ્લા ૪ વર્ષથી રિક્ષાના ભાડામાં વધારો કર્યો નથી. આ મુદ્દે અનેક રજૂઆતો લેખિતમાં કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો ન હોવાનું રિક્ષાચાલકો દ્વારા જણાવાયું છે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૦ કામ પૂર્ણ

aapnugujarat

ડભોઇમાં મતદાન જાગૃતિ સેમિનાર યોજાયો

editor

નવરાત્રી દરમ્યાન અમદાવાદ જીલ્લાના ૪૫૦થી વધુ ગામોમાં વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1