Aapnu Gujarat
રમતગમત

ધોનીને ભારતીય ટીમના મેન્ટર જાહેર કરાતા રવિ શાસ્ત્રીના ભવિષ્ય પર ખતરો

બીસીસીઆઇ સચિવ જય શાહે ધોનીને ભારતીય ટીમના મેન્ટર તરીકે લાવવાની પહેલ શરૂ કરી દીદી હતી. ખુબ જ ઓછા લોકો, અહિંયા સુધી કે બીસીસીઆઇના મોટોમાં મોટા અધિકારી પણ આ પગલા વિશે જાણતા ન હતા. રસપ્રદ વાત એ છે કે, બુધવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટા ર્નિણયની ઘોષણા સમયે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ હાજન ન હતા. તેમની ગેરહાજરીને ઘણા લોકોએ અનુભવી હતી. જાેકે બીસીસીઆઇ પ્રમુખની પાસે પોતાના કારણ હતા. કારણ કે તે વર્તમાનમાં ઇંગ્લેન્ડમાં ટીમ સાથે છે.ધોની કેપ્ટન વિરાટ કોહલી સાથે મળી કામ કરશે અને તેને પોતાના ર્નિણયમાં સૌથી ઉપર રાખશે. ધોની પોતાના ઝડપી ર્નિણય લેવાના કૌશળ વિશે ઓળખાય છે અને કોહલી-શાસ્ત્રી સાથે તેના સંબંધ ભારતીય ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક ઉત્થાન લાવવા માટે તૈયાર છે. અથવા માત્ર એવું માનવામાં આવે છે. એવી પણ ચર્ચા છે કે જાે શાસ્ત્રીનો કાર્યકાળ વધારવામાં ન આવ્યો તો બેટ્‌સમેન કોચ વિક્રમ રાઠોડને મોટી જવાબદારી મળી શકે છે. જાેકે આ પ્રયોગ કેટલો યોગ્ય સાબિત થશે તે આગામી મહિને ટી-૨૦ વર્લ્‌ડકપની મેગા ઇવેન્ટમાં ખબર પડશે. આ દરમિયાન મોટાભાગના પૂર્વ ક્રિકેટરોએ આ મહાનનું સ્વાગત કર્યું છે, ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે એક સમસ્યા વિશે ચેતવણી આપી છે જેની ટીમ ઇન્ડિયા ટી-૨૦ વર્લ્‌ડ કપમાં સામનો કરી શકે છે. તેમની ચિંતા એ છે કે, બે દિગ્ગજ, શાસ્ત્રી અને ધોની, એક સાથે બેસીને રણનીતિ અને ટીમ પસંદગી પર કેવી રીતે ચર્ચા કરશે. એક સમાચાર ચેનલ સાથે વાત કરતા ગાવસ્કરે ૨૦૦૪ની ઘટનાને યાદ કરતા કહ્યું કે, જ્યારે તેઓ એક સલાહકાર તરીકે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થયા હતા પરંતુ ત્યારના કોચ જાેન રાઇટને તેમની ભૂમિકા વિશે ચિંતા થઇ રહી હતી. આ અનુભવનો હવાલો આપતા ગાવસ્કરે ચિંતા વ્યક્ત કરી છે કે, રણનીતિ અને ટીમ પસંદગી પર આ પ્રકારની કોઇ અસહેમતીની ટીમ પર અસર થઇ શકે છે. ગાવસ્કરે કહ્યું, શાસ્ત્રી અને ધોનીની જાેડી સારી રહી તો ભારતને ખુબ જ ફાયદો થશે. પરંતુ જાે રણનીતિ અને ટીમ પસંદગી પર અસહેમતી થઇ તો ટીમ પર તેની મોટી અસર થશે. એક વરિષ્ઠ ખેલાડી તરીકે પહેલા ટીમ ઇન્ડિયા સાથે અને વર્તમાનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)ની સાથે, ૨૦૧૧ વિશ્વ કપ વિજેતા કેપ્ટન હંમેશા પોતાની ટીમના સભ્યો માટે એક માર્ગદર્શક શક્તિ રહ્યો છે. એ પણ સંભવ છે કે, બોર્ડ ધોનીને શાસ્ત્રી માટે લાંબા ગાળાની બદલીના રૂપમમાં જાેઇ રહ્યું છે. જાે ભારત ટી-૨૦ વિશ્વ કપ જીતી જાય છે અને શાસ્ત્રી સંન્યાસ લેવાનો ર્નિણય કરે તો ધોની નિશ્ચિતરૂપે એક મજબૂત દાવેદાર હશે. શાસ્ત્રી જે ૨૦૧૭થી પૂર્ણકાલિન કોચ છે. તેમને ત્રીજાે કાર્યકાળ આપવાની સંભાવના નથી અને એક નવો ચહેરો જાેવા મળી શકે છે. પરંતુ માત્ર એક અડચણ છે. ધોની હજુ પણ સીએસકેના કેપ્ટન છે અને તે આઇપીએલમાં રમવાનું યથાવત રાખવા ઇચ્છશે.આગામી આઇસીસી ટી-૨૦ વર્લ્‌ડ કપ માટે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઇન્ડિયાનો મેન્ટર બનાવાની સાથે જ ક્રિકેટના દરેક પ્રશંસકના મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે બીસીસીઆઇના પૂર્વ ભારતીય કેપ્ટનની પસંદગી કેમ થઇ? શું આ તે ટીમ માટે એક કોઇ દવા છે જે હંમેશા આઇસીસીની યોજનાઓમાં ડમમગે છે અથવા ભવિષ્યમાં ધોનીની કોઇ મોટી ભૂમિકા માટે રાહ જાેવાઇ રહી છે?

Related posts

ઇડનમાં અઝહરૂદ્દીનના ઘંટી વગાડવા પર ગંભીરે ગુસ્સો વ્યક્ત કર્યો

aapnugujarat

विराट पर दो मैचों के लिए हो सकते हैं बैन

aapnugujarat

ન્યુઝીલેન્ડના ક્રિકેટરોએ ટીમ ઇન્ડીયા સાથે ઇંગ્લેંડ પહોંચવું પડશે

editor

Leave a Comment

UA-96247877-1