Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાની સત્તા હડપવા અબ્દુલ ગની જૂથ અનસ હક્કાની જૂથમાં હરિફાઈ

અફઘાનિસ્તાનના નેવુ ટકા પ્રદેશો ઉપર કબજાે જમાવ્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે, તાલિબાનો પોતાની સરકાર બનાવશે, પરંતુ તેઓ સરકારની રચના કરશે જ એમ કોઈ સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જે ઘટનાક્રમ અને તસ્વીરો મીડિયામાં પ્રસિદ્ધ થઈ છે તે અનેક પ્રશ્નાર્થ ઉભા કરે છે. સૌથી પહેલો અને અત્યંત મહત્ત્વનો એવો એક પ્રશ્ન ઉભો થયો છે કે, શું અફઘાનિસ્તાની સત્તા હડપવા તાલિબાન નેતાઓમાં અંદરોઅંદર ભાગલા પડી ગયા છે ? આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે તાલિબાની નેતાઓ બે જૂથમાં વહેંચાઈ ગયા છે.૨૦ વર્ષ પહેલાં અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનોની હાર થઈ ત્યારે હમિદ કરજાઈ ત્યાંના રાષ્ટ્રપતિ હતા, હવે આજે જે તસ્વીરો મીડિયામાં પ્રસિદ્ધ થઈ તેમાં હમિદ કરજાઈ તાલિબાન નેતાઓ સાથે સરકાર રચવાના મુદ્દે પરામર્શ કરતા દેખાયા હતા.
હમિદ કરજાઈ ઉપરાંત તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અબ્દુલ્લા અબ્દુલ્લા પણ તાલિબાન નેતાઓ સાથે ચર્ચામાં જાેડાયા હતા અને તાલિબાનોના અગ્રણી ગણાતા નેતા અનસ હ્‌કકાનીની મુલાકાત કરી હતી.આ ઘટનાક્રમ બાદ જાતજાતની શંકા- કુશંકા અને અટકળો વહેતી થઈ ગઈ હતી. કેટલાક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જાેર પકડયું હતું કે તાલિબાન નેતાઓ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એક જૂથ અબ્દુલ ગની બરાદરનું છે જે ૨૦ વર્ષ બાદ અફઘાનિસ્તાન પરત ફર્યું છે, જ્યારે બજંે જૂથ અનસ હક્કાનીનું છે.
આ બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની સ્પર્ધા જામી છે તેથી આ નેતાઓ વધુ ને વધુ તાલિબાનોનો ટેકો મેળવવામાં પ્રવૃત્ત થઈ ગયા છે. દરમ્યાન અમરૂલ્લાહ સાલેહે પોતાને જ દેશના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. મંગળવારે તેમણે આ મુજબની ઘોષણા કરી હતી. તાલિબાનોના વિજય પહેલા અશરફ ગનીની સરકારમાં અમરૂલ્લા ઉપરાષ્ટ્રપતિ હતા.

Related posts

પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાર પર બોરિસ જોનસને ઉઠાવ્યો અવાજ

editor

મેરીલેન્ડમાં ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ

aapnugujarat

जाकिर को मालदीव सरकार ने प्रवेश की अनुमति नहीं दी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1