Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા ફરી ૪૦ હજારને પાર

ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈને આંકડો ૩૦ હજારની અંદર પહોંચ્યા બાદ બે દિવસથી સતત કેસમાં વધારો થયા બાદ ફરી પાછો નવા કેસનો આંકડો ૪૦ હજારને પાર થઈ ગયો છે. નવા કેસમાં ઘટાડો થતા એક રાહત અનુભવાઈ હતી પરંતુ ફરી પાછો વધારો નોંધાતા ચિંતા વધી છે. જાેકે, આજે પણ કોરોનાના મૃત્યુઆંક ૫૦૦ની અંદર રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના ૨૪ કલાકમાં વધુ ૪૧,૧૯૫ નવા કેસ નોંધાયા છે અને ૪૯૦ દર્દીઓના મોત થયા છે. કોરોનાના કેસ ૪૦ હજારને પાર ગયા છે ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા તેનાથી ઓછી નોંધાતા એક્ટિવ કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૩૮,૩૫૩ નવા કેસ નોંધાયા હતા અને ૪૯૭ દર્દીઓના મોત થયા હતા.
૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩૯,૦૬૯ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૧૨,૬૦,૦૫૦ પર પહોંચી છે. કુલ સંક્રમણનો આંકડો વધીને ૩,૨૦,૭૭,૭૦૬ થઈ ગયો છે. વધુ ૪૯૦નાં મોત થતા કુલ મૃત્યુઆંક ૪.૩૦ લાખની નજીક (૪,૨૯,૬૬૯) પહોંચ્યો છે. ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો નીચો રહેતા એક્ટિવ કેસ વધીને ૩,૮૭,૯૮૭ થયા છે. એટલે કે ગઈકાલની સરખામણીમાં ૧૫૦૦થી વધુનો ઉછાળો નોંધાયો છે.
ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસની ૪૪,૧૯,૬૨૭ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે જેની સાથે કુલ વેક્સિનેશનનો આંકડો ૫૨,૩૬,૭૧,૦૧૯ થયો છે. મહત્વનું છે કે ભારતમાં ચાલુ વર્ષમાં ૧૬ જાન્યુઆરીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૪૮,૭૩,૭૦,૧૯૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૧ ઓગસ્ટના રોજ વધુ ૨૧,૨૪,૯૫૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
કેરળમાં બુધવારે કોવિડના ૨૩,૫૦૦ નવા કેસ સામે આવ્યા હતા. જેનાથી રાજ્યમાં સંક્રમણના આંકડા વધીને ૩૬ લાખ ૧૦ હજાર ૧૯૩ થઈ ગયા હતા. કેરળમાં ૧૧૬ લોકોના મોત થવાથી મૃતકોની સંખ્યા ૧૮,૧૨૦ થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે કેરળ સહિત અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસોની ગતિ સતત વધી રહી છે. વધતા કેસોને જાેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકોએ ફરીથી એકવાર સાવચેત થવાની જરૂર છે. હાલના દિવસોમાં પર્યટક સ્થળોએ લોકોની ભીડ જાેવા મળી રહી છે જ્યાં સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્કના નિયમોની ધજિયા ઉડાડવામાં આવી રહી છે. કોરોના વાયરસના વધતા કેસોના કારણે અમુક વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનાના અંત સુધી દસ્તક દઈ શકે છે.

Related posts

જીએસટીમાં રાહત થશે : ચીજો સસ્તી કરાશે

aapnugujarat

विधानसभा में हार का लोकसभा पर कोई असर नहीं : अमित शाह

aapnugujarat

દેશમાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં

editor

Leave a Comment

UA-96247877-1