Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિંદ મહાસાગરમાં ભારતનું ગુપ્ત સૈન્ય મથક બની રહ્યું છે : અલ જજીરા

હિન્દ મહાસાગરના અનંત વિસ્તાર વચ્ચે એક સૂમસામ ટાપુ પર ભારતનું ગુપ્ત નૌસૈનિક મથક! આ સૈન્ય મથકનો ઉપયોગ ભારત સમુદ્રમાં પોતાની શક્તિ, ગૌરવ અને વર્ચસ્વ વધારવા માટે કરશે. થોડા દિવસ પહેલા જ કતાર ખાતેની આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ અલ જજીરાએ પોતાના સંશોધનના આધારે આ દાવો કરીને દરિયામાં ભારતની દમદાર સૈન્ય ઉપસ્થિતિ અંગે ઈશારો કર્યો હતો. અલ જજીરાએ કરેલા દાવા પ્રમાણે ભારત મૉરીશસથી ૧,૧૦૦ કિમી દૂર અગાલેગા દ્વીપ પર પોતાનું નૌસૈનિક મથક બનાવી રહ્યું છે. સેટેલાઈટ ઈમેજ, સ્થળ પર ચાલી રહેલી નિર્માણ ગતિવિધિઓના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે, ત્યાં ખૂબ જ ઝડપથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરની હવાઈ પટ્ટી બનાવી રહ્યું છે જેથી કોઈ પણ જહાજ સરળતાથી ઉતરી શકે. અગાલેગા દ્વીપ હિંદ મહાસાગરમાં આવેલા મૉરીશસના સ્વામિત્વવાળો એક નાનકડો દ્વીપ છે. અગાલેગા મુખ્ય મૉરીશસ દ્વીપથી લગભગ ૧,૦૦૦ કિમી દૂર ઉત્તરમાં આવેલો છે. તે ૧૨ કિમી લાંબો અને આશરે ૧.૫ કિમી પહોળો છે. ત્યાંની વસ્તી ખૂબ જ ઓછી છે. એક અંદાજ પ્રમાણે ત્યાં માત્ર ૩૦૦-૩૫૦ લોકો રહે છે. ખાસ વાત એ છે કે, અગાલેગા દ્વીપ જ્યાં આવેલો છે તે ક્ષેત્રમાં જ અમેરિકી સૈન્ય મથક ડિએગો ગાર્સિયા, ચીનનું સૈન્ય મથક જિબૂતી), ફ્રાંસનું મિલિટરી બેઝ રિયૂનિયો આવેલું છે. આ તમામ સૈન્ય મથકો દરિયામાં છે. માત્ર અમુક કિમીનું ક્ષેત્રફળ ધરાવતા આ મિલિટ્રી સ્ટેશન અપાર તાકાત ધરાવે છે.
ત્યાંની સાચી તાકાત ત્યાંની સેના અને રાષ્ટ્રાધ્યક્ષોને જ ખબર છે. મતલબ સ્પષ્ટ છે કે, ભારતના આંગણે (બેકયાર્ડ) હિન્દ મહાસાગરનું વ્યાપકરૂપે સૈન્યીકરણ થઈ ચુક્યું છે. તે દુનિયાનું એવું સમુદ્રી ક્ષેત્ર છે જ્યાંથી વિશ્વના બે તૃતિયાંશ ઈંધણની સપ્લાય થાય છે.

Related posts

जम्मू-कश्मीर और लद्दाख में अब कोई भी खरीद सकता है जमीन : मोदी सरकार

editor

चमकी बुखार पर छाती पीट रहे लोग लालू-राबड़ी राज की स्वास्थ्य सेवाओं का देखें रिकॉर्ड : सुशील मोदी

aapnugujarat

दागी नेताओं की सुनवाई के लिए स्पेशल कोर्ट बने : सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1