Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં સુવિધાનો અભાવ

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની કામગીરી સાવ ખાડે ગઇ હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં આવતા કુલ 67 જેટલા ગામોના અરજદારની અહિ આવે છે પરંતુ અરજદારોને પીવાના પાણી જેવી પણ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. તાલુકા પંચાયતમાં અરજદારની માટે ઠંડા પાણી પીવાનુ ફ્રીજ તો રખાયું છે પરંતુ આ ફ્રિજ છેલ્લા કેટલાક સમયથી શોભાના ગાંઠીયા સમાન છે. જેથી અહિ આવતા અરજદારને ન છુટકે પાણી પીવા માટે રુપિયા ખચઁ કરવા પડે છે જોકે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો ટાજઁ સંભાળતા તલાટી રસીકભાઇ પટેલ દ્વારાજણાવાયુ હતુ કે “દરેક ઓફીસોમાં ફીલ્ટર પાણીના વોટરજગ મુકવામાં આવ્યા છે” પરંતુ અરજદારને ઓફીસોમાં પડેલા વોટરજગને ખાસ અધિકારીઓ મુકાયા હોવાનુ અરજદાર સમજે છે. જોકે માત્ર પીવાના પાણીની સુવિધાની સાથે જ અહિ સ્વચ્છતા મિશનના બેનરો અને સ્લોગન લાગ્યા હોવા છતા તાલુકા પંચાયતના પટાંગણમાં જ કચરાના મોટો ઢગલો જોવા મળે છે. સ્વચ્છતાની વાતો માત્રથી તાલુકા પંચાયત ઉજ્જવળ છે પરંતુ ખરેખર અહિ સ્વચ્છતા કેવી છે તે નજરે પડે છે.

Related posts

ગાંધીનગર-કોબા રોડ પર અકસ્માત જોતાં જ રૂપાણીએ રોકાવ્યો કાફલો, મદદ માટે આપી કાર

aapnugujarat

केवडीया के सफारी पार्क में टाइगर्स -शेर सहित के प्राणी लाये जाएंगे : गणपत वसावा

aapnugujarat

કાળું નાણું સફેદ કરવાનાં કેસમાં જીગ્નેશ ભજીયાવાલાને હાઈકોર્ટે જામીન આપી દીધાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1