Aapnu Gujarat
રાષ્ટ્રીય

સીએએથી દેશની મુસ્લિમ વસ્તી પ્રભાવિત નહીં થાય : ભાગવત

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નાગરિકતા સુધારા બિલ(સીએએ) માટે દેશમાં સતત વિરોધ થઈ રહ્યો છે. એવામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે આ મામલે મોટુ નિવેદન આપ્યુ છે. ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ કે નાગરિકતા સુધારા અધિનિયમ, સીએએથી દેશની મુસ્લિમ વસ્તી પ્રભાવિત નહી થાય. તેમનુ કહેવુ છે કે ભારત લાંબા સમયથી પોતાની લઘુમતી વસ્તીની દેખરેખ કરી રહ્યુ છે જ્યારે પાકિસ્તાન આમ કરવામાં નિષ્ફળ રહ્યુ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આજે નાની ગોપાલ મહંત દ્વારા લખવામાં આવેલ ‘નાની ગોપાલ મહંત પર નાગરિકતા ચર્ચાઃ આસામ અને ઈતિહાસની રાજનીતિ’ નામના પુસ્તકનુ ગુવાહાટીમાં વિમોચન કર્યુ. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યુ કે દુનિયામાં એક પણ ઉદાહરણ એવુ નથી કે જેમાં આટલી બધુ વૈવિધ્ય સાથે ચાર હજાર વર્ષ ચાલે, ઝઘડો કર્યા વિના ચાલે, પરસ્પર હળી-મળીને ચાલે અને બધા હાલમાં હાજર છે. રાજકીય લાભ માટે બંને વિષયો(સીએએ-એનઆરસી)ને હિંદુ મુસલમાનનો વિષય બનાવી દેવામાં આવ્યો છે. આ હિંદુ મુસલમાનનો વિષય છે જ નહિ. તેમણે કહ્યુ કે આ માત્ર આપણે ત્યાં થયુ છે કારણકે બાકી દુનિયાનો વિચાર જ આવો છે. જાે હળીમળીને રહેવુ હોય તો આ બધી બાબતો સમરૂત થવી જાેઈએ. પરંતુ અલગ-અલગ ભાષા નહિ ચાલે, એક જ ભાષા ચાલશે. અલગ-અલગ ખાન-પાન રીત રિવાજાે નહિ ચાલે, એક જ પ્રકારના રહેશે. અલગ પૂજા નહિ ચાલે, એક જ પૂજા થવાની છે. આ જણાવવાથી થશે એ સારી વાત છે. મનાવવાથી થઈ જાય તો સારી વાત છે અને મારપીટ કરીને થાય તો પણ સારી વાત છે. અથવા પછી આવો ભેદભાવ રાખનારાઓને સમાપ્ત કરીને થાય તો પણ સારી વાત છે.

Related posts

રામ રહીમને દોષિત જાહેર કરાતા જ કસ્ટડીમાં લેવાયા

aapnugujarat

राहुल गांधी पर भड़के मनोज तिवारी, बोले – दुनिया का सबसे ‘कन्फ्यूज नेता’ किसानों को कर रहा गुमराह

editor

तीन बैंकों ने किया फंसे कर्ज का खुलासा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1