Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ધરતી તરફ પૂરઝડપે આવી રહ્યો છે વિશાળકાય ‘પથ્થર’ : નાસા

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ એક વિશાળ એસ્ટરોઇડ તોફાની રફતારથી ધરતીની કક્ષમાં આવી રહ્યો છે. આ એસ્ટરોઇડ ૨૦ મીટર પહોળો છે અને ૮ કિમી પ્રતિ સેકન્ડની રફતારથી ધરતીની પાસેથી પસાર થશે. આ એસ્ટરોઇડનું નામ ‘૨૦૦૮ ય્ર્ં૨૦’ છે. કહેવાય છે કે આગામી ૨૫મી જુલાઇના રોજ આ વિશાળ એસ્ટરોઇડ ધરતીની કક્ષાની પાસેથી પસાર થશે. ડેલી સ્ટાર રિપોર્ટના મતે આ એસ્ટરોઇડના ધરતી પાસેથી ટકરાવાની આશંકા ‘ખૂબ જ ઓછી’ છે. નાસાએ આ એસ્ટરોઇડ પર બાજ નજર બનાવી રાખી છે. આ આકારમાં લંડનના ખૂબ જ ચર્ચિત બિગ બેનના આકાર કરતાં બમણો છે. ભારતીય સમયાનુસાર ૨૫મી જુલાઇના રોજ રાત્રે અંદાજે બે વાગ્યે પસાર થશે. જે કક્ષમાંથી આ એસ્ટરોઇડ પસાર થશે તેને અપોલો કહેવાય છે.
નાસા એ આ ખતરનાક એસ્ટરોઇડની શ્રેણીમાં મૂકયા છે. નાસા હાલ બે હજાર એસ્ટરોઇડ પર નજર રાખી રહ્યું છે જે ધરતી માટે ખતરો બની શકે છે. જાે કોઇ તેજ રફતાર સ્પેસ ઓબ્જેક્ટ ધરતીથી ૪૬.૫ લાખ માઇલથી અંદાજે આવવાની સંભાવના હોય છે તો તેને સ્પેસ ઓર્ગેનાઇઝેશન્સ ખતરનાક માને છે. દ્ગછજીછની જીીહંિઅ સિસ્ટમ આવા ખતરા પર પહેલેથી જ નજર રાખે છે. તેમાં આવનારા ૧૦૦ વર્ષ માટે હાલ ૨૨ એવા એસ્ટરોઇડસ છે જેને પૃથ્વીથી ટકરાવાની થોડીક પણ આશંકા છે.
એસ્ટરોઇડસ એ પથ્થરા હોય છે જે કોઇપણ ગ્રહની જેમ જ સૂર્યના આટા મારે છે પરંતુ આ આકારમાં ગ્રહોથી થોડાંક નાના હોય છે. આપણી સોલર સિસ્ટમમાં મોટાભાગે એસ્ટરોઇડસ મંગળ ગ્રહ અને ગુરૂ એટલે કે માર્સ અને જ્યુપિટરની કક્ષામાં એસ્ટરોઇડ બેલ્ટમાં જાેવા મળે છે. આ સિવાય પણ બીજા ગ્રહોની કક્ષમાં ફરતા રહે છે અને ગ્રહની સાથે સૂર્યના આંટા મારે છે. અંદાજે ૪.૫ અબજ વર્ષ પહેલાં જ્યારે આપણી સોલાર સિસ્ટમ બની હતી ત્યારે ગેસ અને ધૂળના એવા વાદળો જે કોઇ ગ્રહનો આકાર લઇ શકતા નથી અને પાછળ છૂટી ગયા તે જ આ પથ્થરો એટલે કે એસ્ટરોઇડસમાં ફેરવાઇ ગયા. આ જ કારણ છે કે તેનો આકાર પણ ગ્રહોની જેમ ગોળ હોતો નથી. કોઇપણ બે એસ્ટરોઇડ એક જેવા હોતા નથી.

Related posts

WHO की फिर चेतावनीः कोरोना के खतरनाक दौर से गुजर रही दुनिया

editor

કોરિયન દ્વિપ પર અમેરિકાના બે બોમ્બર વિમાને ઉડાણ ભરી

aapnugujarat

PM Modi meets Shinzō Abe to attend RCEP Leaders’ Summit

aapnugujarat

Leave a Comment

UA-96247877-1