Aapnu Gujarat
રમતગમત

શ્રેયસ ઐયરે ૩ મહિના બાદ પ્રેક્ટિસ શરૂ કરી

ભારતીય ક્રિકેટ ટીમના મધ્ય ક્રમના બેટ્‌સમેન શ્રેયસ ઐયરે ત્રણ મહિના બાદ બેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. માર્ચમાં ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન તેને ડાબા ખભામાં ઇજા થઈ હતી. ઐયરની એપ્રિલમાં ખભાની ઈજાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જાે કે, હવે તે ઘણી હદ સુધી સ્વસ્થ થઈ ગયો છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઈજાને કારણે શ્રેયસ આઈપીએલ ૨૦૨૧ના ??પહેલા ભાગમાં પણ રમી શક્યો ન હતો. ઋષભ પંતને તેમની જગ્યાએ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
શ્રેયસ પાછો ફર્યા બાદ આઈપીએલ ૨૦૨૧ના ??બીજા ભાગમાં પંતની જગ્યાએ તેને ફરીથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ મળી શકે છે. જાે કે આ અંગે ટીમ મેનેજમેન્ટ દ્વારા કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. દિલ્હી હાલમાં પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. લીગમાં કોરોના કેસોનું પ્રમાણ મેના પહેલા અઠવાડિયામાં તે મુલતવી રાખવામાં આવી હતી. હવે સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આઈપીએલની બાકીની મેચ યુએઈમાં યોજાશે. ઐય્યરે તેની બેટિંગ પ્રેક્ટિસનો એક વીડિયો સો.મીડિયા પર શેર કર્યો છે. આમાં તે ઇન્ડોર પ્રેક્ટિસ કરતો જાેવા મળે છે. આ સાથે તે વર્કઆઉટ પણ કરી રહ્યો છે. મેચ ફિટનેસ પ્રાપ્ત કર્યા બાદ તેણે ટીમ ઈન્ડિયામાં શામેલ કરી શકાય છે. ઈજાને કારણે ઐય્યર માત્ર આઇપીએલમાં જ નહીં શ્રીલંકા શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નહીં. ભારતે શ્રીલંકામાં ત્રણ વનડે અને તેટલી ટી -૨૦ મેચ રમવાની છે અને આ વર્ષે ઓક્ટોબરમાં યુએઈમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા આ ભારતની છેલ્લી મર્યાદિત ઓવરની શ્રેણી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપની તૈયારી માટે શ્રીલંકા શ્રેણી મહત્વપૂર્ણ છે.
ઘરેલુ સીઝન શરૂ થતાં પહેલા ઐય્યરને ફિટનેસ કેમ્પ માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા ૪૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી ફિટનેસનો સવાલ છે, ઐયરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે ઈજાથી સંપૂર્ણ સ્વસ્થત છે અને હવે તે આતુરતાથી આઇપીએલ ૨૦૨૧ના ??બીજા તબક્કા માટે મેદાનમાં પાછો ફરવાની રાહમાં છે.

Related posts

બીજી ટેસ્ટ મેચ : ન્યુઝીલેન્ડને જીતવા વધુ ૩૪૦ રનની જરૂર

aapnugujarat

મેથ્યુ વેડ લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો

aapnugujarat

विश्वास नहीं हो रहा, हमने ओलंपिक क्वालीफाई कर लिया : रानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1