Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપરાએ પોતાના નામે કર્યો વધુ એક રેકોર્ડ

પ્રિયંકા ચોપરા નવા-નવા મુકામ મેળવી રહી છે. હાલમાં એમનું નામ ઇન્સ્ટાગ્રામની રિચ લિસ્ટમાં સામેલ થયું હતું અને હવે વધુ એક ખબર સામે આવી છે. એમના નામ પર એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે.હોપર ઇન્સ્ટાગ્રામ રિચલિસ્ટ ૨૦૨૧માં પ્રિયંકાનું નામ સુમાર છે તો બીજી બાજુ તેઓ એક એવી એશિયન એક્ટર બની ગઈ છે, જેમણે ઇન્સ્ટાગ્રામ પર ૬૫.૫ મિલિયન(૬ કરોડથી વધુ) સોશિયલ મીડિયા યુઝર્સ ફોલો કરે છે. એની સાથે જ જણાવી દઈએ કે હોપર ઇન્સ્ટાગ્રામ રિચલિસ્ટ ૨૦૨૧ અનુસાર પ્રિયંકા ચોપરાએ ૨૭મુ સ્થાન મેળવ્યું છે.જણાવી દઈએ કે પ્રિયંકાએ બૉલીવુડના તમામ સ્ટાર્સને ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સમાં પાછળ છોડી દીધા છે.
જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરના લગભગ ૬૩ મિલિયન છે. દીપિકા પાદુકોણના ૫૭.૫ મિલિયન, આલિયા ભટ્ટના ૫૩.૯ મિલિયન અને અક્ષય કુમારના ૫૧ મિલિયન ફોલોવર્સ છે.ઉલ્લખનીય છે કે એક બાજુ જ્યાં પ્રિયંકા ચોપરા બૉલીવુડમાં સૌથી આગળ છે ત્યાં જ વિરાટ કોહલીથી પાછળ છે. વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર ૧૩૩ મિલિયન ફોલોવર્સ છે. મીડિયા રિપોર્ટ મુજબ હોલીવુડ એક્ટર ડ્‌વેન જાેનશનના ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સ છે. એમને ૨૫૧ મિલિયન યુઝર્સ ફોલો કરે છે.
જણાવી દઈએ કે પ્રિયંકાની છેલ્લી ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર’ હતી. ત્યાં જ ૨૦૨૦માં હોલિવુડ ફિલ્મ ‘વી કેન બી હીરોઝ’માં જાેવા મળી હતી. જણાવી દઈએ કે પ્રિયંકાના ખાતામાં ‘મેટ્રિક્સ’ સહીત ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્‌સ સામેલ છે.

Related posts

फिल्म ‘खाली पीली’ का फर्स्ट लुक रिलीज

aapnugujarat

રિતિક રોશનની સાથે કામ કરવાનું વાણીનું સપનું પૂર્ણ

aapnugujarat

ઋષિ કપૂરનું વિવાદિત નિવેદન, બોલીવુડમાં ઘણાં એક્ટર્સ છે જેને એક્ટિંગ નથી આવડતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1