Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણ દિવસના લેહ-લદ્દાખ મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણ દિવસના લેહ-લદ્દાખ મુલાકાતે આવ્યા છે. તેઓએ ટિ્‌વટ કરી આ અંગેની જાણકારી આપી હતી.રાજનાથસિંહે ચીનને અડીને આવેલા એલએસી પર સૈન્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
પ્રવાસ દરમ્યાન બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે, બીઆરટીઓ દ્વારા આ વિસ્તારોમાં નવનિર્મિત માર્ગો અને બ્રિજનું ઉદઘાટન પણ કરશે. આનાથી માત્ર બોર્ડર વિસ્તારના લોકોના અવર-જવરમાં સુવિધા મળતી થશે.ઉપરાંત સેનીની ગતિવિધિ પણ સરળ થઈ જશે.સંરક્ષણ પ્રધાન પ્રવાસ દરમિયાન સૈનિકો સાથે મુલાકાત કરે તેવી શકયતા છે. આ અગાઉ તેમને નેવીના પ્લાન અને પ્રોજેક્ટની સમીક્ષા હાથ ધરી હતી. અહીં સંરક્ષણ પ્રધાન વાયુસેનાના ઓપરેશનલ તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, માત્ર બે દિવસ પહેલા જ ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે મે મહિનામાં શરૂ થયેલી સૈન્ય અવધિના નિરાકરણ માટે નવા રાઉન્ડની રાજદ્વારી વાત શરૂ થઈ છે. તેમની મુલાકાત અંગે સંરક્ષણ મંત્રાલયે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, ‘સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રવિવારથી લદ્દાખની ત્રણ દિવસીય મુલાકાત લેશે. લદ્દાખની તેમની મુલાકાત દરમિયાન, તેઓ બોર્ડરરોડ્‌સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનું ઉદઘાટન કરશે અને આ વિસ્તારમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

Related posts

મહારાષ્ટ્રમાં વાહનો મોંઘા થયા; જીએસટી લાગુ થયા બાદ રજિસ્ટ્રેશન ટેક્સ ૨ ટકા વધ્યો

aapnugujarat

મોદીને કોંગ્રેસ મુક્ત ભારતનું ભુત છે : સોનિયા

aapnugujarat

રાહુલ પર બાબા રામદેવના બદલાયા સૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1