Aapnu Gujarat
Uncategorizedરાષ્ટ્રીય

પ્રણવ મુખરજી કરતા પણ વધુ પગાર મેળવશે રામનાથ કોવિંદ

રામનાથ કોવિંદ દેશના ૧૪માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. કોવિંદ ૨૪ જુલાઈના રોજ પોતાનો કાર્યકાળ પૂરો કરી રહેલા પ્રણવ મુખરજીની જગ્યા લેશે. કોવિંદ ૨૫ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે અને રાષ્ટ્રપતિ ભવનમાં જશે. પરંતુ શુ તમને ખબર છે કે, રાષ્ટ્રાધ્યક્ષ બનીને તેઓ કેટલા રૂપિયા કમાશે. વર્તમાનમાં રાષ્ટ્રપતિને સેલેરી રૂપે દોઢ લાખ રૂપિયા મળતા હતા. પરંતું હાલ ૭મા પગારપંચને કારણે રાષ્ટ્રના સર્વોચ્ચે શખ્સના વેતનમાં ૨૦૦ ટકાના વધારાનો પ્રસ્તાવ મંજૂર કરાયો છે. આયોગના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિનો પગાર ૫ લાખ રૂપિયા પ્રતિ મહિના થશે. આ પહેલા રાષ્ટ્રપતિના પગારમાં ૨૦૦૮માં વધારો થયો હતો. જેમાં ૫૦ હજાર રૂપિયા મહિને વધારીને ૧.૫ લાખ રૂપિયા પગાર કરાયો હતો. ૨૦૦ ટકા વૃદ્ધિનો નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે સરકારને લાગ્યું કે, કેબિનેટ સેક્રેટરી, રાષ્ટ્રપતિ કરતા પણ વધુ સેલેરી મેળવી રહ્યાં છે. માત્ર રાષ્ટ્રપતિ જ નહિ, પરંતુ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સેલેરીમાં પણ વધારાનો પ્રસ્તાવ મંજૂર કરાયો છે.
સરકારના આ નિર્ણયનો લાભ પૂર્વ રાષ્ટ્રધ્યક્ષોને પણ મળશે. ૨૪ જુલાઈના રોજ કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રણવ મુખરજીને ૧.૫ લાખ રૂપિયા પ્રતિ મહિના પેન્શન મળશે. કોવિંદ ભારતના વાઈસરોય માટે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ ઘરમાં રહેશે, જે આઝાદી બાદ દેશના રાષ્ટ્રપતિનું અધિકારિક નિવાસ હોય છે. રાષ્ટ્રપતિ ભવનનું નામ બે ગામ રાયસીના અને માલચાના નામ પરથી છે, જેને બ્રિટિશ વાસ્તુકાર સર એડવીન લુટિયંસ અને હરબર્ટ બેકરે ડિઝાઈન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ૩૩૦ એકડથી વધુમાં ફેલાયેલું છે અને ૨૦૦,૦૦ સ્કેવર ફીટમાં બનાવાયું છે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ ૧૯૧૩માં શરૂ કરાયું હતુ. તેના નિર્માણમાં ૨૩ હજારથી વધુ મજૂરોએ કામ કર્યું હતું અને તેને બનાવવામાં ૧૬ વર્ષ લાગી ગયા હતા. ચાર માળના રાષ્ટ્રપતિ ભવનમાં ૩૪૦ રૂ છે, જેમાં ૬૩ બેડરૂમ અને ૬૩ લિવિંગ રૂમ છે. તેમાં ૩૫ ગેલેરી અને કોરિડોર છે, જે અનેક રૂમ સાથે કનેક્ટ છે. સૌથી લાંબો કોરિડોર અંદાજે ૨.૫ કિલોમીટર લાંબો છે.

Related posts

Narendra Dabholkar Murder Case: CBI told Court the Sharad Kalaskar confessed crime

aapnugujarat

સરકાર ગેમ ચેન્જર નહીં પણ નેમ ચેન્જર છે : ગુલામ નબી

aapnugujarat

બેરાજામાં માતા – પુત્રીના કૂવામાં પડી જતા મોત

editor

Leave a Comment

UA-96247877-1