Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે ટેક્સ વસૂલવામાં પીએચડી કરેલી છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક જતી કરી રહ્યા નથી. રોજે રોજ કોઈને કોઈ મુદ્દે તેઓ સરકારે ઘેરી રહ્યા છે.આજે પેટ્રોલ ડિઝલના ભાવવધારાને લઈને તેમણે ફરી કટાક્ષ કર્યો છે. એક હિન્દી અખબારના સમાચારનો હવાલો આપીને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ટેક્સ વસૂલવામાં પીએચડી કરેલી છે.રાહુલ ગાંધીએ જે લેખ શેર કર્યો છે તેમાં કહેવાયુ છે કે, ભારત સરકારને ટેક્સ તરીકે ૪.૬૯ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે ને બીજી તરફ પ્રાઈવેટ કંપનીઓએ ૪.૫૭ લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ જમા કર્યો છે. જ્યારે આ બંને કરતા વધારે રકમ સરકારન પેટ્રોલ ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી નાંખીને મળેલી છે. આ રકમ ૫.૨૫ લાખ કરોડ રૂપિયા થવા જાય છે.
આ આંકડા માત્ર ડિસેમ્બર ૨૦૨૦ સુધીના છે. જેમાં જાન્યુઆરીથી માર્ચ મહિનાનો સમયગાળો સામેલ નથી.આ પહેલા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને સરકાર પર નિશાન સાધીને એવુ પણ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના રાજમાં એવી સ્થિતિ છે કે જે દિવસે પેટ્રોલ ડિઝલના ભાવ ના વધે તે દિવસે હડેલાઈન બની જાય છે. ભાજપ હજી કયા કયા રસ્તે દેશને લૂંટશે તે જાેવાનુ રહ્યુ.
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયુ છે.

Related posts

हालात सुधारने के लिए बैंकों को 40 हजार करोड़ रुपए देगी सरकार, बजट में हो सकता है ऐलान

aapnugujarat

રાહુલ ભાજપ માટે તાકાત બની ગયા છે : ઓવૈસી

aapnugujarat

राजनाथ सिंह सहित 10 दिग्गजों ने अब तक नही दिया चुनाव खर्च ब्यौरा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1