Aapnu Gujarat
Uncategorized

આઈબીએ સરકારને રથયાત્રા ન યોજવા માટે આપ્યો પ્રાથમિક અહેવાલ

ગુજરાતમાં કોરોનાવાયરસની બીજી લહેર નરમ પડતા હવે મોટાભાગના વેપાર, ધંધા અને ઓફિસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદીઓનાં મનમાં એક જ સવાલ છે કે આ વખતે રથયાત્રા નીકળે કે ગયા વર્ષની જેમ જ ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે. જાેકે, આ અંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી રથચાત્રા યોજવામાં આવશે. આ રથયાત્રા અંગે સેન્ટ્રલ આઇબીએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ સહિત તમામ રથયાત્રાનું આયોજન રદ કરવામાં આવે. ત્યારે આ રિપોર્ટનાં આધારે રાજ્ય સરકાર રથયાત્રાને કઇ રીતે યોજવી છે તે અંગે ૨૪મી જૂન બાદ જાહેરાત કરી શકે છે.રાજ્યમાં રથયાત્રા સહિત આવનારા તહેવારો અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રાના પરંપરાગત રૂટ પર કરફ્યૂ રાખીને પણ જાે રથયાત્રા યોજવામાં આવે તો પણ લોકો ભેગા થઇ શકે છે. જેના કારણે સંજાેગો બગડી શકે છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે. જ્યારે ગુજરાતના સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો હતો.તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને કોવિડ ૧૯ના નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેમાં ઘાર્મિક સ્થળોમાં વધારે ભીડભાડ જાેવા મળે છે. તો ગુજરાતમાં લગ્ન, જન્મદિવસની પાર્ટી અને સાથે વિવિધ પાર્ટીઓમાં નિયત મર્યાદા કરતા પણ વધારે લોકો ભેગા થઇ રહ્યાં છે.થોડા દિવસ પહેલા મંદિરમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ નીકળતી હોય છે ત્યારે તેને લઈને મંદિરના મહંત દિલીપદાસજી જણાવ્યું હતું કે, બધાની લાગણી છે કે, રથયાત્રા નીકળે ત્યારે આગામી સમયમાં ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ કે કોરોના સંક્રમણ ઘટે અને લોકોના સ્વાસ્થ્ય હમેશા સ્વસ્થ્ય રહે.

Related posts

૧૭૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

editor

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરી સુધી રદ્દ

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો સીડોકરથી પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1