Aapnu Gujarat
Uncategorized

અમદાવાદન સરખેજમાં મહિલાએ આપઘાત કર્યો

ડૉક્ટરની પત્નીએ પંખે લટકીને આપઘાત કરી લીધો હતો ત્યારે પાલીતાણાનો એક યુવક તેના મોબાઇલમાં અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ મોકલીને વોટ્‌સએપ કોલ અને વિડીયો કોલ કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરની પત્નિએ યુવકની બીભત્સ માંગણીઓથી કંટાળીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે બાબતે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે રહેતા એક યુવકે સરખેજ પોલીસ સ્ટેશનમાં પાલીતાણાના ઇરફાન મેતર વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રરણાની ફરિયાદ કરી છે. યુવકની બહેનના સાત વર્ષ પહેલા એક ડોક્ટર જાેડે લગ્ન થયા હતા જેમાં બન્ને જણા પાલીતાણામાં રહેતા હતા. જ્યા તેને બે દીકરાને જન્મ આપ્યો હતો. પાલીતાણામાં રહ્યા બાદ દંપતી બે દીકરા સાથે અમદાવાદના જુહાપુરા ખાતે રહેવા આવી ગયા હતા. યુવતીના પતિએ નવરંગપુરા ખાતે પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. જ્યા તેઓ સમયસર હાજર રહેતા હતા. પરિવારનું જીવન સુખમય રીતે પસાર થતુ હતુ ત્યારે પાલીતાણાના ઇરફાન મેતર નામના યુવકે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યુ હતું. તારીખ ૨ જુનના રોજ ડોક્ટર પોતાના ક્લિનીક પર ગયા હતા ત્યારે યુવતીએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે ડોક્ટર ઘરે પહોચ્યા ત્યારે ઘરનો દરવાજાે મોટા દીકરાએ ખોલ્યો હતો અને મમ્મી ક્યા છે તેમ પુછ્યુ હતું. પિતાની વાત સાંભળતા દીકરાએ જવાબ આપ્યો કે, મમ્મી અંદરના રૂમમાં છે અને અંદરથી દરવાજાે ખોલતી નથી. ડોક્ટરે જાેરજાેરથી બૂમો પાડી પરંતુ યુવતીએ દરવાજાે નહી ખોલતા તે ટેન્શનમાં આવી ગયા હતા અને અડોશપડોશના લોકોને બોલાવી દીધા હતા અને યેનકેન રીતે દરવાજાે ખોલી દીધો હતો. દરવાજાે ખોલતાની સાથે યુવતી પંખે લટકતી જાેવા મળી હતી. યુવતી ખેંચની બીમારીથી પીડાતી હોવાનું સમજી લઇને ડોક્ટરે અને તેમના પરિવારને કોઇ કાર્યવાહી કરી નહી અને અંતિમ વિધી કરી દીધી હતી. દરમિયાનમાં યુવતીના ભાઇના હાથમાં તેનો મોબાઇલ આવ્યો હતો અને તે ચેક કરતા ભાઇના પગ પરથી જમીન સરકી ગઇ હતી. યુવતી જે દિવસે આપધાત કર્યો તે દિવસે પાલીતાણાના ઇરફાન મેતરે ચેટ તેમજ વિડીયોકોલ, વોટ્‌સએપ કોલ સતત ચાલુ રાખ્યા હતા અને યુવતીના અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા. યુવતીના ભાઇએ વધુ તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ઇરફાન તેની પાસે અવારનવાર જેમતેમ બોલતો હતો અને બીભત્સ માંગણી પણ કરતો હતો જેથી કંટાણીને તેને આત્મહત્યા કરી લીધી છે.

Related posts

શિયાણી ગામમાં મહિલાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ

editor

વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરાયું

aapnugujarat

સોમનાથદાદાના દર્શન થયાં મોંઘા, સૌથી મોંઘા થયાં એસી રુમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1