Aapnu Gujarat
મનોરંજન

મુન્ના માઇકલ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો

ટાઇગર શ્રોફ અભિનિત મુન્ના માઇકલ ફિલ્મ રજૂ કરવામાં ્‌આવ્યા બાદ તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અલબત્ત આ ફિલ્મને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળી રહ્યો નથી પરંતુ ટાઇગર શ્રોફના ચાહકોની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં તેની આવનાર ફિલ્મોને ફાયદો થઇ શકે છે. મળેલી માહિતી મુજબ મુન્ના માઇકલ ફિલ્મને નિહાળનાર લોકો ફિલ્મને વધારે પોઇન્ટ આપી રહ્યા નથી. ફિલ્મની પટકથાને લઇને પણ લોકો નિરાશ થયા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ ફ્લોપ રહે તેમ માનવામાં આવે છે. વિતેલા વર્ષોના અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફે પોતાની કેરિયરની શરૂઆત હિરોપંતી ફિલ્મ મારફતે કરી હતી પરંતુ આ ફિલ્મને પણ સરેરાશ સફળતા હાથ લાગી હતી. ટાઇગર શ્રોફે પોતાની ઓળખ એક એક્શન અને સ્ટંટ અભિનેતા તરીકે ઉભી કરી છે. શબ્બીરખાન દ્વારા નિર્દેશિત મુન્ના માઇકલ ફિલ્મ પણ મોટાભાગે ક્શન અને ડાન્સ ઉપર આધારિત ફિલ્મ છે. ફિલ્મના ગીતો પહેલાથી જ યુવા પેઢીમાં લોકપ્રિય થયા છે જેથી આ ફિલ્મ શરૂઆતમાં ચર્ચા જગાવી શકે છે પરંતુ તહેવારની સિઝનમાં એક મોટી ફિલ્મને જે પ્રકારની સફળતા મળવી જોઇએ તેવી સફળતા આ ફિલ્મને હાથ લાગે તેવી શક્યતા દેખાઈ રહી નથી. ટાઇગર શ્રોફ પણ પોતાની કેરિયરને આગળ વધારવા માટે એક મોટી ફિલ્મની રાહ જોઈ રહ્યો છે પરંતુ તેની એક પછી એક ફિલ્મો ફ્લોપ થઇ રહી છે તેની છેલ્લે ફ્લાઇંગ જાટ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સંપૂર્ણ ફ્લોપ રહી હતી જેમાં સ્ટાર અભિનેત્રી જેકલીન હોવા છતાં ચાહકોને ફિલ્મી થીયેટર સુધી ખેંચવામાં આ ફિલ્મ સફળ રહી ન હતી. હવે મુન્ના માઇકલને લઇને પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ડાન્સ ઉપર આધારિત આ ફિલ્મ યુવા પેઢીને ગમી હોવાનો દાવો ફિલ્મ સાથે જોડાયેલા કરી રહ્યા છે.

Related posts

कामुकता का तात्पर्य कम कपड़ों से नहीं : रवीना

aapnugujarat

દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ વાગ્યો શાહરુખ ખાનનો ડંકો

aapnugujarat

પ્રિન્સેસ ડાયના પર બનનારી ફિલ્મને ડાયરેક્ટ કરશે પાબ્લો લેરિન

editor

Leave a Comment

UA-96247877-1