Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટીએમસીએ પ્રશાંત કિશોરની જવાબદારી ૨૦૨૬ સુધી લંબાવી

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ભારતીય રાજકારણમાં સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની જીતમાં તેમનું મહત્વનું યોગદાન માનવામાં આવી રહ્યુ છે. ચૂંટણી પરિણામ બાદ જાેકે, તેમણે ખુદને આ કાર્યથી અલગ કરી લીધા છે પરંતુ તેમની કંપની આઇ-પીએસીને મમતા બેનરજીએ ૨૦૦૨૬ સુધીની વિધાનસભા ચૂંટણીની જવાબદારી પણ સોપી દીધી છે.
આઇપૈક બંગાળમાં ટીએમસી માટે તમામ રીતની ચૂંટણી માટે રણનીતિ બનાવવાનું કામ કરશે. પછી તે પંચાયત ચૂંટણી હોય કે સ્થાનિક ચૂંટણી હોય. કંપની સાથે ટીએમસીનો આ કોન્ટ્રાક્ટ આગામી વિધાનસભા ચૂંટણી સુધી રહેશે. મહત્વપૂર્ણ છે કે ટીએમસી અન્ય રાજ્યમાં પણ પોતાની રાજકીય જમીન તૈયાર કરવા માંગે છે. પ્રશાંત કિશોરની ટીમ પહેલાથી જ ત્રિપુરામાં છે. સમાચાર અનુસાર, ટીએમસી યુપીમાં પણ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

Related posts

Congress MLA Nitesh Narayan Rane and his supporters throwing mud on an engineer

aapnugujarat

લોકસભા ચૂંટણી : ભાજપે ૧૮૦૦ વૉટ્‌સએપ ગ્રુપ બનાવ્યા

aapnugujarat

ડેરાના આઈટી હેડની ધરપકડઃ મહત્વની હાર્ડ ડિસ્ક જપ્ત કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1